Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકા દ્વારા 8 સ્થળોએ નિ : શુલ્ક પીવાનાં પાણીની સુવિધા કરાઇ. જાણો વધુ.

Share

ભરૂચ નગરપાલિકા દ્વારા નગરનાં રસ્તાઓ પાસે 8 જેટલા સ્થાનકોએ નિ : શુલ્ક શુદ્ધ પીવાનાં પાણીની સુવિધા માટે RO પ્લાન્ટ ઊભા કરવામાં આવ્યા છે જેમાં રાધાકૃષ્ણ (મહાદેવ મંદિર પાસે), સ્ટેશન સર્કલ, પાંચબત્તી સર્કલ, નર્મદા એપાર્ટમેન્ટ, મહંમદપુરા, વેજલપુર-બંબાખાના સર્કલ, શિફા નાળા પાસે, જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારોમાં મશીન ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે.

આવનારા દિવસોમાં અન્ય બે સ્થાનકો 1) સુપરમાર્કેટ 2) કસક સર્કલ ખાતે પીવાનાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આમ સુવિધાની વિગત જોતાં RO પ્લાન્ટ ઓટોમેટિક કોઈપણ સમયે પાણી મળે તેવું છે.

આ ઉપરાંત સેન્સર બેઝડ ઓપરેશન સિસ્ટમ, સ્ટેનલેસ સ્ટીલ ડ્રિંકીંગ વોટર ટેન્ક, 5 સ્ટેજ RO પ્યુરીફિકેશન, ટેમ્પરેચર એન્ડ TDS ડિસ્પ્લે, એલઈડી લાઇટ એન્ડ સીસીટીવી કેમેરા, 50 LED TV ડિસ્પ્લેની સુવિધા સજ્જ છે. એક મશીનની કિં. આશરે રૂ. 1,45,000 જેટલી થાય છે. 5 વર્ષ સુધી કોન્ટ્રાકટર દ્વારા મેન્ટેનન્સની જવાબદારી લેવામાં આવી છે. આ RO પ્લાન્ટ પર જાહેરાત અંગેની રાઇટસ દાદા પબ્લિસિટીને આપવામાં આવેલ છે. તેમણે ભરૂચ નગરપાલિકાને પ્રતિમાસ રૂ.5000 જમા કરાવવાના રહેશે. 8 જેટલા RO પ્લાન્ટનું ઉદ્ધાટન ધારાસભ્ય દુષ્યંત પટેલે કર્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભિબેન તમાકુવાલા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ દૂધધારા ડેરીમાંથી પનીર અને અમુલ ગોલ્ડ દૂધ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, 5 સામે પોલીસ ફરિયાદ

ProudOfGujarat

યુવતિએ પ્રેમીને સ્પષ્ટ કહી દિધુ કે તું પહેલા દેશ હિતમાં મતદાન કર પછી કરીશુ પ્રેમની વાત…

ProudOfGujarat

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની આખરે ધરપકડ: રેવ પાર્ટીમાં હતો સામેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!