Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજ ફાટક પાસે વેલ્ડીંગ કામમાં આવેલ ટેન્કરમાં બ્લાસ્ટ, દુર્ઘટનામાં 1 નું મૃત્યુ, અન્ય એક ઘાયલ.

Share

ભરૂચ જીલ્લામાં ટેન્કરમાં વેલ્ડિંગ કરવા જતાં આગ લાગતા અથવા તો ધડાકા થતાં ઇજા પહોંચી હોય અને મોત નીપજયા હોય તેવા બનાવો બન્યા છે જેમાં વધુ એક બનાવ ગતરોજ તા.22-11-2020 નાં રોજ બન્યો હતો જેમાં જીતેન્દ્ર કુમાર શીતલ વર્મા પોતાની દુકાન પાસે સાંજે પોણા છ વાગ્યે ટેન્કરનાં ઢાંકણ પર વેલ્ડિંગ કરવા જતાં તેમાં ધડાકો થયો હતો આ ધડાકાનાં પગલે જીતેન્દ્ર કુમાર શીતલ વર્માને માથાના ભાગે અને શરીરનાં અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ પર મોત નીપજયું હતું જયારે શાહેદ દુર્ગા પ્રસાદને ઇજા પહોંચી હતી જેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. આ બનાવને પગલે દહેજ પંથકમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું છે. દહેજ પોલીસે જીતેન્દ્ર કુમાર શીતલ વર્માનું પોસ્ટમોર્ટમ કરવા કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકાનાં વાડી ગામે તેજસ હોસ્પિટલ માંડવી દ્વારા આંખની તપાસ કરી દર્દીઓને ચશ્માનું વિતરણ કર્યું.

ProudOfGujarat

રાષ્ટ્રીય સફાઇ કામદાર દીવસની ઉજવણી અંતર્ગત વ્યારાનાં વોર્ડ નં.૨ મા સામુહિક સફાઇ અભિયાન કરાયું.

ProudOfGujarat

ઝઘડીયાના સારસા ગામે દહેજની કંપની દ્વારા સ્કુલ બેગનું કરાયું વિતરણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!