Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા તાલુકામાં આવેલ પણીયાદરા ગામ ખાતે ઉગ્ર બન્યું આંદોલન……પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસનાં સેલ છોડયાં.

Share

વાગરા તાલુકામાં આવેલ પણીયાદરા ગામ ખાતે પાણી અંગે આજથી તા. 3/12/2020 નાં રોજથી આંદોલનની શરૂઆત થઈ હતી. અગાઉ થયેલ જાહેરાત મુજબ યુ.પી.એલ. -12 કંપનીનાં ગેટ સામે મોટી સંખ્યામાં ગ્રામજનોએ આંદોલન કર્યું હતું. જે બપોરનાં સમયે ઉગ્ર બનતા પોલીસ તંત્ર દ્વારા ટોળું વિખેરવા લાઠી ચાર્જ અને ત્યારબાદ ટીયર ગેસનો મારો કરવામાં આવ્યો હતો. તેમજ આંદોલનકારીઓની અટક કરવામાં આવી હતી.

પણિયાદરા અને પાદરીયા ગામના લોકોએ આજે વહેલી સવારે યુ.પી.એલ.-12 કંપની સામે પાણીની સમસ્યા અંગે આંદોલન કર્યું હતું. આંદોલન કરવાં અંગે તેમની પાસે કોઈ પરવાનગી ન હતી પરંતુ કેટલાક દિવસો અગાઉ વાગરા તાલુકાનાં મામલતદાર અને ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં UPL-12 કંપની દ્વારા પીવાનું પાણી ન આપવા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી. લોકોની લાગણી એટલા માટે દુભાઈ હતી કે પીવાનાં પાણી મેળવવા માટે લોકોએ સ્વભંડોળ આશરે રૂ.12 લાખ ઊભું કર્યું હતું અને પાઇપલાઇન જેવી માળખાગત સુવિધા પાણી પુરવઠા માટે ઊભી કરી હતી તેવામાં જયારે પાણી આપવાની વાત આવી ત્યારે યુ.પી.એલ.-12 કંપનીનાં કર્તાહર્તાઓએ પાણી પુરવઠો આપવાની ના પાડતા લોકો ગુસ્સે થયા હતા તે સાથે ગામની પ્રાથમિક શાળાનાં સેડનાં ઉદ્ઘાટન પ્રસંગે આજ કર્તાહર્તાઓએ પોતાના પ્રવચનમાં માળખાગત સુવિધા આપવા અંગેનાં વચનો આપ્યા હતા. આજે પરવાનગી વગર ચાલતા આંદોલનમાં પણિયાદરા અને પાદરીયા ગામનાં આંદોલનકારીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા જેથી સોશિયલ ડિસ્ટન્સ જેવી કોરોના ગાઈડલાઇનનો પણ ભંગ થયો હતો.

તેવામાં અચાનક પથ્થર મારો થતાં ના છૂટકે પોલીસે ટીયર ગેસનાં બે રાઉન્ડ છોડયા હતા અને હળવો લાઠી ચાર્જ કર્યો હતો. 30 કરતાં વધુ આંદોલનકારીઓની અટક કરવામાં આવી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. ઘટના સ્થળે ડી.વાય.એસ.પી. વિકાસ સુંડા, એ.એસ. ગોહિલ પહોંચી જઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કાબુમાં લીધી હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં માણેકચોકના વેપારીનો કર્મચારી 25 કિલો સોનું લઈ ફરાર

ProudOfGujarat

માંગરોળ : રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ ભારત સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં પ્રમુખ નિલયકુમાર ચૌહાણ દ્વારા મામલતદારને આવેદન આપ્યુ.

ProudOfGujarat

ભરૂચ : વિવિધ આદિવાસી સંગઠનોએ ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચાના નેજા હેઠળ રાષ્ટ્રપતિ સહિત રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!