Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ફાટાતળાવ વિસ્તાર નજીક પીવાનાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો બગાડ…

Share

ભરૂચ નગરનાં જુદા-જુદા વિસ્તારમાં થોડા-થોડા દિવસના અંતરે પાઇપ લાઇનનો ફાટવાની ઘટના સામાન્ય બની ગઈ છે. આવી ઘટનાને પગલે ખુબ મોટી માત્રામાં પાણીનો વેડફાટ થાય છે. એકબાજુ જ્યાં નગરના ખૂબ મોટા વિસ્તારમાં પાણી સમયસર અને પૂરતા પ્રમાણમાં મળતું નથી ત્યાં બીજી બાજુ પાણીનો ખુબ મોટાપાયે વેડફાટ થાય છે.

ભરૂચનાં ફાટાતળાવ નજીક પીવાના પાણીની લાઈનમાં અચાનક ભંગાણ સર્જાયું હતું. જેથી ઢાલથી લઈ ફાટાતળાવ સુધી જળબંબાકારનાં દ્રશ્યો સર્જાયા હતા. જેથી વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર તકલીફો પડી રહી હતી. ઢાલ વિસ્તારનાં રહીશો અને ફાટાતળાવનાં રહીશોએ આ ઘટના અંગે નગરપાલિકાને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના રામેશ્વર પેટ્રોલિયમના કર્મચારીને નોટ બદલવાનું કહી ગઠિયો રૂપિયા લઈ ફરાર..

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં ગડકાછ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધો. 5 માં અભ્યાસ કરતી દીપીક્ષા વસાવાની પ્રતિભાશાળી વિદ્યાર્થીની તરીકે પસંદગી થઇ.

ProudOfGujarat

અમદાવાદમાં ત્રીજી વખત ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!