Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં સુરતી ભાગોળ વિસ્તાર ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી.

Share

અંકલેશ્વરનાં ભરચક એવા સુરતી ભાગોળ વિસ્તારમાં આજે તારીખ 9/12/2020 નાં રોજ અચાનક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અચાનક લાગેલ આગનાં પગલે સુરતી ભાગોળ વિસ્તારની ઝુંપડપટ્ટી તેમજ આજુબાજુનાં વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. ત્રણથી ચાર જેટલા ઝૂંપડાઓ આગની લપેટમાં આવી જતા ઝુંપડામાંની ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. શ્રમજીવી અને ગરીબ વર્ગનાં લોકોને ખુબ મોટું આર્થિક નુકસાન થયું હતું તેથી વધુ કડકડતી આ ઠંડીના દિવસોમાં ઝુંપડપટ્ટીમાં રહેનારાઓ છત વિહોણા થઈ ગયા હતા. નાના બાળકો અને મહિલાઓની પરિસ્થિતિ દયાજનક થઈ ગઈ હતી. અંકલેશ્વર ફાયર બ્રિગેડનાં જવાનોએ ત્વરિત અને અસરકારક કામગીરી કરતા કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ઝુંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : સિઝનમાં પહેલી વખત ઓરસંગનો જોજવા આડબંધ ઓવરફ્લો થયો.

ProudOfGujarat

અંકલેશ્વર:રામકુંડ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરની 4 ગ્રામપંચાયત ની ચૂંટણી ની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!