Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાનાં પાલેજ નગરનાં વાતાવરણમાં અચાનક પલટો, કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી…

Share

શિયાળાની ઋતુ જામી હતી ત્યારે જ વાતાવરણમાં અચાનક પલટો આવતા પાલેજ નગરમાં કમોસમી વરસાદ વરસતા નગરજનો અચંબામાં પડી ગયા હતા. ગુરુવારે મોડી સાંજે પાલેજ નગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળા વાદળોથી નગરનું આકાશ ઘેરાઈ જવા પામ્યું હતું. ત્યારબાદ શિત લહેરો સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

રાતે પણ વરસાદી માહોલ યથાવત રહેતા અદ્દલ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. રાત્રીના પણ ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ શુક્રવારે વહેલી સવારથી જ નગરમાં વરસાદ વરસતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. વરસાદને પગલે નગરના માર્ગો પરથી પાણી વહી નીકળ્યાં હતા. તો પાલેજ પંથકના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યાના અહેવાલ સાંપડયા છે. કમોસમી વરસાદને પગલે પાકને નુકસાન થવાની ભીતી પણ ખેડૂતો સેવી રહ્યા છે. આમ અચાનક શિયાળામાં મોસમે કરવટ બદલતા નગરજનોમાં આશ્ચર્ય ફેલાયું છે.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

તાપી જિલ્લાના વ્યારા ખાતે ડૉ.બાબાસાહેબને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.

ProudOfGujarat

ભરૂચમાં હ્યુન્ડાઇ નવજીવન પ્લાઝા ખાતે SUV સેગમેન્ટની ફેમિલી કાર ‘અલકઝાર’ લોન્ચ કરાઈ SBI બેન્ક એક જ દિવસમાં પૂરેપૂરી લોન મંજુર કરી આપશે

ProudOfGujarat

નેત્રંગ સર્વાંગી વિકાસ ટ્રસ્ટની બહેનો દ્વારા ૨૫૦૦૦ થી વધુ માસ્ક તૈયાર કરાયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!