Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગનાં કુરી ગામ ખાતેથી જુગાર રમતા 7 ઝડપાયા, હજારોનો મુદ્દામાલ કબ્જે, જાણો વધુ.

Share

ભરૂચ જિલ્લાનાં નેત્રંગ તાલુકનાં કુરી ગામનાં સ્મશાન નજીક આવેલ કોતરમાં જુગરધામ ચાલતું હોવાની બાતમી નેત્રંગ પોલીસને મળતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ઊંડી ગામના મણીલાલ ઉર્ફે મનું છોટુ વસાવા નાઓએ કેટલાક માણસો ભેગા કરી જુગારધામ ધમધમાવી રહ્યો હતો, પોલીસે સ્થળ પર પહોંચી 7 જેટલા જુગરીઓને 17.710 ની રોકડ 6 મોબાઈલ ફોન તેમજ બે મોટર સાયકલ મળી કુલ રૂ.78,710 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા તેમજ અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

નેત્રંગ પોલીસનાં દરોડામાં (૧)અરુણ અશ્વિન વસાવા, રહે. વડ ફળિયુ, નેત્રંગ (૨) અંકિત રાજુભાઈ વસાવા રહે. કોસ્યાકોલા નેત્રંગ, (૩)કમલેશ નવલભાઈ વસાવા રહે.જિન બજાર નેત્રંગ (૪) સંતોષ સનદ વસાવા રહે. જિન બજાર નેત્રંગ (૫)જીતેન્દ્ર ઉર્ફે જીતુ મણીલાલ વસાવા રહે. કોસ્યાકોલા, નેત્રંગ (૬),ધીરુભાઈ વસાવા રહે. ઊંડી ફળિયું, નેત્રંગ (૭)કૈલેશ છનાભાઈ વસાવા રહે. ફોકડી, નેત્રંગ નાઓને સ્થળ પરથી જુગાર રમતા ઝડપી પાડયા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ગડખોલ બ્રિજ પર લાઈટના અભાવના કારણે સ્થાનિકોને પડતી તકલીફોને લઈ યુવા કોંગ્રેસ દ્વારા તંત્ર સામે કરાયુ વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

ઝઘડીયાનાં ધારોલી ગામે દિપડાએ બે વાછરડીનું મારણ કર્યું.

ProudOfGujarat

વડોદરા : સાંઈબાબા મંદિરનાં એ.સી માં શોર્ટસર્કિટથી લાગી આગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!