Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ONGC ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં પંચર કરી વાલ્વ ફિટ કરી ક્રૂડ ઓઇલ ચોરીનો પર્દાફાશ…જાણો વધુ.

Share

ભરૂચ એસ.ઓ.જી પોલીસે વાગરા તાલુકાનાં મુલેરથી ચાંચવેલ જવાના રોડની બાજુમાં સરકારી પડતર જમીનમાંથી પસાર થતી ઓ.એન.જી.સી. ની ક્રૂડ ઓઇલની પાઈપલાઈન ઉપર ખાડો ખોદી પંચર કરી તેના પર વાલ્વ બેસાડી ક્રૂડ ઓઇલની ચોરી કરતી ગેંગનાં એક સભ્યની ધરપકડ કરી હતી તેમજ અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે.

આ ગેંગ ભુગર્ભમાંથી પસાર થતી ક્રૂડ ઓઇલની લાઈનની માહિતી મેળવી રેકી કરી ક્રૂડ ઓઇલની પાઇપ લાઈનમાં પંચર કરી વાલ્વ બેસાડી ક્રૂડ ઓઇલની ચોરી કરવામાં માહેર છે. એસ.ઓ.જી પોલીસે ગેંગમાં સામેલ આમોદ તાલુકાનાં આછોદ ગામના ઈમ્તિયાઝ એહમદ દેડકો પટેલની ધરપકડ કરી છે તેમજ અન્ય બે ઈસમો (૧) ઇકબાલ નિઝામ પઠાણ રહે.આછોદ તા.આમોદ, (૨) વિજય ઉર્ફે મુન્નો ગણપત ભાઈ ગોહિલ રહે. ભાયલી વડોદરા નાઓને વોન્ટેડ જાહેર કરાયા હતા.

આ ગેંગમાં સામેલ બે ઈસમો વિજય ઉર્ફે મુન્નો અને ઈમ્તિયાઝ દેડકો પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેઓ આ અગાઉ આણંદ રૂરલ વિસ્તારમાં ઓ.એન.જી.સી. ની પાઈપલાઈનમાંથી ક્રૂડ ઓઇલ ચોરી કરવાના ગુનામાં તેમજ ઈમ્તિયાઝ વાગરા પોલીસ મથકે ઓ.એન.જી.સી. ની ડ્રિલિંગ પાઇપો ચોરીના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે.

આ ગેંગ દ્વારા ચોરી કરવામાં આવતું ક્રૂડ ફરનેશ ઓઇલ અને સસ્તા ફ્યુલ તરીકે વેચવામાં આવતું હતું, હાલ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર કૌભાંડમાં કોણ કોણ સામેલ છે તેમજ પાઈપલાઈનમાં વાલ્વ બેસાડવામાં અંદરનાં કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસનો ધમધમતા શરૂ કર્યો છે…!!

Advertisement

Share

Related posts

કલાકો સુધી વીજ ડુલ થતા હોસ્પીટલ નો વહીવટ ખોરવાયો

ProudOfGujarat

ભરૂચ – 26 વર્ષના યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી

ProudOfGujarat

નેશનલ સેફટી ડે ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાનોલી એક કંપનીની સુરક્ષા અંગેના દાવાઓ પોકળ સાબિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!