Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સ્વ.અહમદ પટેલે દત્તક લીધેલા વાંદરી ગામનાં અધુરા કામો હવે પુત્ર ફૈઝલ પટેલ પૂર્ણ કરાવશે.

Share

– ગ્રામજનો દ્વારા વાંદરી ગામે સ્વ.એહમદ પટેલનું સ્ટેચ્યુ મૂકવાની માંગ કરી.

ડેડિયાપાડા સ્થિત એચ.એમ.પી. હોસ્પિટલ ખાતે ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી. કોંગ્રેસના કાર્યકરોએ તેમની ઉપસ્થિતિમાં સ્વ. એહમદ પટેલને શ્રદ્ધાંજલી આપી હતી. કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકોની રજુઆત પણ સાંભળી હતી. ત્યારબાદ પિતા સ્વ.એહમદ પટેલે દત્તક લીધેલાં વાંદરી ગામની મુલાકાત લઈ પિતાના અધૂરાં કાર્યો પૂર્ણ કરવાની ગામલોકોને ખાતરી આપી હતી.

વાંદરીથી ફુલસર સુધીનો રસ્તો બનાવવા, ગામનો ગેટ બંધાવવા, વીજળી, દવાખાનામાં ડોક્ટરો વગેરે માટે લોકોની રજુઆત સાંભળી હતી. આ કામો પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. ગ્રામજનો દ્વારા વાંદરી ગામે સ્વ. એહમદ પટેલનું સ્ટેચ્યુ મૂકવાની માંગ કરી હતી. વાંદરી ગામનાં અધૂરા કાર્યો પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે વાંદરી ગામનાં ગામજનો, કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વિરમગામના વસવેલીયા ગામમાં લક્ષ્ય સોસિયલ સર્વિસ ફાઉન્ડેશન દ્વારા કપડા વિતરણ કરાયુ

ProudOfGujarat

ભરૂચ : રોટરી કલબ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેનિસ કોટનું ધારાસભ્યના હસ્તે ઉદ્ધાટન કરાયું.

ProudOfGujarat

પાલેજ માં ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ૨૫ નવયુગલો સમૂહ શાદી નાં કાર્યક્રમ હેઠળ પ્રભુતા માં પગલાં પાડ્યાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!