Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પટેલ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ. દ્વારા વિના મૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

પટેલ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને આઇ.સી.યુ. દ્વારા આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તળપદા કોળી સમાજ પટેલની વાડી અંદાડા ખાતે વિના મૂલ્યે ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં હોસ્પિટલનાં નિષ્ણાંત ડોકટર ટીમે સેવા આપી હતી. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓએ બહોળા પ્રમાણમાં નિ:શુલ્ક કેમ્પનો લાભ લીધો હતો. તેમજ આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને નિષ્ણાંત દ્વારા વિનામૂલ્યે દવાનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતું.

આ કેમ્પને સફળ બનાવવા માટે ડૉ.વસીમ મેમન, ડૉ.અનુપ પાટીદાર, ડૉ.અજય,ડૉ.અનસ શેખ, ડૉ.જે.જે. લખાણી સહિતનાં ડોકટરે વિના મૂલ્યે કેમ્પમાં સેવા આપી હતી. તેમજ અંદાડાનાં સરપંચ તેમજ પ્રાથમિક આરોગ્ય શાળાનાં આચાર્ય અને નર્સિંગ સ્ટાફ દ્વારા કેમ્પને સફળ બનાવવા માટેની જહેમત ઉઠાવવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

દહેજની બિરલા કોપર કંપનીમાંથી મહારાષ્ટ્ર લઇ જવાનું કોપર રસ્તામાં જ ચોરવાના કારસામાં 15 વર્ષે આરોપી ઝબ્બે

ProudOfGujarat

એસ.એસ.સી અને એચ.એસ.સી પરીક્ષા અંગેની સંપૂર્ણ વિગતો… કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો…

ProudOfGujarat

73માં સ્વતંત્ર દિનની જિલ્લા કક્ષાના કાયઁકમની ઉજવણી ઝઘડીયા તાલુકા ખાતે રાખવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!