Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં માંડણ ગામે ટેનિસ ક્રિકેટ મેચની ફાઇનલ મેચમાં માંડણ ઇલેવન ટુ ટીમ વિજેતા.

Share

માંગરોળ તાલુકાનાં માંડણ ગામે માંડણ ક્રિકેટ ક્લબ આયોજિત ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સોળ (16) જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ ઉમરઝર ઇલેવન અને માંડણ ઇલેવન ટુ વચ્ચે રમાય હતી. પ્રથમ દાવ માંડણ ઇલેવન ટુ એ દાવ લીધો તેમાં 10 ઓવર માં 122 રન ફટકાર્યા હતા. તેના જવાબમાં ઉમરઝર ઇલેવન ટીમ 111 રન કરી શકી હતી. માંડણ ઇલેવન ટુ ટીમ વિજેતા બની હતી. માંડણ ક્રિકેટ ક્લબ તરફથી રૂપિયા 6000/- નું પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ઉમઝર ઇલેવન ટીમને રૂપિયા 3000/- એનાયત કરવામાં આવ્યા હતા. લક્ષ્મી કંગન અને જનરલ સ્ટોરના રાજેન્દ્ર મૈસુરીયા, શૈલેષ મૈસુરીયા તેમજ વિનોદ મૈસુરીયા તરફથી વિજેતા ટીમને 1000/- રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવ્યું હતું.

વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

નર્મદા સુગર ધારીખેડા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ કાર અને બાઇક વચ્ચે અકસ્માત_એક વ્યક્તિ ગંભીર સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો..

ProudOfGujarat

કરજણ નવાબજારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર શકુનિઓ પોલીસે ઝડપી પાડયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!