Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ નજીક રાજપૂત છાત્રાલયમાં આગ લાગતાં દોડધામ…

Share

ભરૂચનાં રાજપૂત છાત્રાલયમાં એકાએક આગ લાગતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. અચાનક કોઈ અગમ્ય કારણોસર લાગેલી આગથી તંત્રએ આગને કાબુમાં લેવાનાં પ્રયાસો હાથ ધર્યા હતા.

ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુમાં આવેલા રાજપૂત છાત્રાલયમાં ગઇકાલે રાત્રે એકાએક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી જોત જોતામાં ટૂંક સમયમાં જ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગનાં બનાવને લઈ તંત્ર સાબદું થયું હતું અને આગને બુઝાવવા માટે ભરૂચ નગરપાલિકાનાં ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી ગયા હતા. આ આગને કાબુમાં લેવાનાં પ્રયત્નો હાથ ધર્યા હતા. રાજપૂત છાત્રાલયમાં લાગેલી આગનાં બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી આથી તંત્રએ રાહતનો દમ લીધો હતો.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે નર્મદા મહાઆરતી વેબસાઇટનું મુખ્યમંત્રીએ કર્યુ ઇ-લોકાર્પણ.

ProudOfGujarat

સેદરડા અને કોટામુઈ વચ્ચેનો પુલ ધરાશાયી.

ProudOfGujarat

ભરૂચ : ” હર ઘર તિરંગા” થીમ આધારિત ચિત્ર સ્પર્ધામાં વી.સી.ટી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ વિજેતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!