Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો, ટાઇગર એકતા ગ્રુપના પ્રમુખ શંકર પટેલ સહિત 100 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

Share

*વોર્ડ ન.7 ના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાળા ના વોર્ડમાં પડયું ગાબડું
*ભરૂચ નગર પાલિકાની ચૂંટણી પહેલા ગરમાયુ રાજકારણ..

ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ અનેક લોકો વિવિધ પક્ષોમાં જોડાઈ રહ્યા છે તો કેટલાય લોકો ટિકિટ ન મળવાના કારણે પણ અન્ય પક્ષોનો હાથ જાલી રહ્યા છે ત્યારે ભરૂચના વોર્ડ નંબર ૭માં ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હોય તેમ ટાઈગર એકતા ગ્રુપના પ્રમુખ સહિત ૧૦૦થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ જાલતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ત્યારે વોર્ડ નંબર ૭માં કોંગ્રેસની પેનલનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે

Advertisement

ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ અપક્ષોનો પણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે તો કેટલાય લોકો વિવિધ પક્ષોમાં પક્ષ પલટો કરી રહ્યા છે ત્યારે ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાળાનો વોડ કે જે ભાજપનો ગઢ ગણવામાં આવે છે ત્યાં જ ગાબડું પડયું હોય તેમ લાગી રહ્યું છે આ વિસ્તારના ટાઈગર એકતા ગ્રુપના શંકરભાઈ પટેલ પોતાના ૧૦૦થી વધુ ગ્રૂપના લોકો સાથે કોંગ્રેસ સાથે જોડાયા છે જેઓની કોંગ્રેસના શહેર પ્રમુખ સહિતના લોકોએ ખેસ પહેરાવી આવકારી લીધા છે મોટી સંખ્યામાં લોગો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા ભાજપના ગઢમાં ધીરે ધીરે ગાબડા પડી ગયા હોય તેવા અહેવાલો સામે આવી રહ્યા છે

શહેર કોંગ્રેસ પ્રમુખ વિકી શોખી પૂર્વ નગરસેવક સલીમ અમદાવાદી સમસાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠી વાલા દિનેશ અડવાણી સહિતના લોકોએ કોંગ્રેસમાં જોડાયેલા ટાઈગર એકતા ગ્રુપના પ્રમુખ શંકરભાઇ પટેલ સહીત તેઓના તમામ સમર્થકોને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવી આવકારી લીધા હતા જેના પગલે વોર્ડવોર્ડ ૭ કે જે ભાજપનો ગઢ ગણવામાં આવે છે ત્યાં જ ગાબડું પડતા ભાજપ પણ દોડતું થઇ ગયું છે.


Share

Related posts

હાંસોટ તાલુકાના છિલોદ્રાના માંઈ ભક્તોનો શિવ શક્તિ પદયાત્રા સંઘ અંબાજી માતાજીના દર્શનાર્થે રવાના.

ProudOfGujarat

વડોદરા : મોંઘવારીના વિરોધમાં કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી વિરોધ વ્યક્ત કર્યો.

ProudOfGujarat

ભરૂચ : કૃષિ કાયદાનાં વિરોધમાં કોંગ્રેસનાં જીલ્લા પ્રમુખ અને અન્ય કાર્યકરોની પોલીસે કરી અટકાયત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!