Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ માંડવા ટોલટેક્ષથી વિદેશી દારૂ ભરેલ ટ્રકને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

ભરૂચનાં નેશનલ હાઇવે નં.48 ઉપર માંડવા ટોલટેક્ષથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થાને ભરૂચ એલ.સી.બી. એ પકડી પાડયો છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર પોલિસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા, ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રોહિબિટેડ ગેરકાનૂની પ્રવૃત્તિ ઉપર અસરકારક કામગીરી પ્રોહિબિશનનાં ગુના શોધી કાઢવાની સૂચના અનુસાર ક્રાઇમ બ્રાન્ચ ભરૂચનાં પી.આઇ જે.એન. ઝાલાનાં માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મળેલ બાતમીનાં આધારે માંડવા ટોલટેક્ષ ખાતે ભારતીય બનાવટનાં વિદેશી દારૂની ગેરકાયદેસર કાર્યવાહી પર પોલીસ દરોડો પાડતાં માંડવા ટોલટેક્ષ ખાતે ભારતીય બનાવટનાં વિદેશી દારૂ ભરેલ ટ્રક નંબર RJ 31 GA 5107 સાથે કિં.રૂ. 19,87,200 ની ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડનાં બોક્ષ નંગ-426 અને ટ્રકની કિં.રૂ. 10,00,000/- મળી કુલ મુદ્દામાલ રૂ. 29,87,200 સાથે ભરૂચ એલ.સી.બી. એ પોલીસ દરોડામાં પકડી પાડયા છે. આ કાર્યવાહીમાં ફરાર આરોપીઓને ઝડપવા માટે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પેટ્રોલ અને ડીઝલનાં અસહ્ય ભાવ વધારો સામે કોંગ્રેસ દ્વારા ઉમરપાડા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

વલસાડના પારડીમાં પુત્રએ ઘર બનાવવા પૈસા માંગતાં ઉશ્કેરાયેલા પિતાએ પુત્ર પર કુહાડીથી હુમલો કર્યો

ProudOfGujarat

નવસારી-એથલેટિક સ્પર્ધામાં નવસારીની સાંઈ વિદ્યાનિકેતનનું ગૌરવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!