Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડના પારડીમાં પુત્રએ ઘર બનાવવા પૈસા માંગતાં ઉશ્કેરાયેલા પિતાએ પુત્ર પર કુહાડીથી હુમલો કર્યો

Share

વલસાડનાં પારડીમાં પિતા અને પુત્ર વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. ઘર બનાવવા માટે પૈસા માંગવા ગયેલા પુત્ર પર ઉશ્કેરાયેલા પિતાએ કુહાડીથી હૂમલો કરીને રહેંસી નાંખ્યો હતો. ત્યાર બાદ પિતાની તબિયત લથડતાં તેમને વલસાડ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે આ ઘટનાને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વલસાડના પારડી તાલુકામાં રહેતા એક ખેડૂત પિતાએ તેમની જમીનમાં ઊગેલાં ઝાડ કપાવ્યાં હતાં. જેમાં 4 લાખથી વધુની આવક થઈ હતી. જેથી ખેડૂતના પુત્રએ તેમની જમીનમાં ઘર બનાવવા માટે પિતા પાસે વારંવાર રૂપિયાની માંગણી કરી હતી. પિતા પાસે ઝાડ કપાયા બાદ રૂપિયા આવ્યા હોવાની જાણ પુત્રને થઈ હતી. પુત્રએ નવું ઘર બનાવવા માટે પિતા પાસે રૂપિયાની માંગણી કરવા પહોંચ્યો હતો. જે દરમિયાન પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાયેલા પિતાએ કુહાડીના ઘા પુત્ર પર ઝીંકી દીધા હતા, જેથી પિતાના હાથે પુત્રની હત્યા થઈ હતી. ઘટનાની જાણ અગ્રણીઓને થતાં તાત્કાલિક 108 અને પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે પિતાને 108 મારફતે સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપલા સ્થિત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં વિશ્વ આર્દ્રભૂમિ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચમાં મેઘરાજાની તોફાની બેટિંગ બે કલાક વરસ્યા બાદ અનેક જગ્યા એ જળ બંબાકાળ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં પાલેજ નગરમાં કોરોના મહામારીની વચ્ચે રાત્રિનાં તબીબો સેવાઓ પ્રદાન કરે એ માટે ગ્રામ પંચાયતનાં સત્તાધીશો સમક્ષ રજૂઆત કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!