Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાનાં પાલેજ નગરમાં કોરોના મહામારીની વચ્ચે રાત્રિનાં તબીબો સેવાઓ પ્રદાન કરે એ માટે ગ્રામ પંચાયતનાં સત્તાધીશો સમક્ષ રજૂઆત કરાઈ.

Share

હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં કોરોના તેમજ અન્ય પ્રકારના દર્દીઓને રાત્રીના ઇમરજન્સી તબીબી સેવા મળી રહે એ માટે ગ્રામ પંચાયતના સત્તાધીશો સમક્ષ નગરજનો દ્વારા રજૂઆત કરાઈ હતી. જે સંદર્ભે ગતરોજ ગ્રામ પંચાયત કચેરી ખાતે નગરજનો તેમજ તબીબો સાથે ઉપસરપંચ સલીમ વકીલે જરૂરી ચર્ચાઓ કરી હતી. નગરમાં રાત્રીના સમયે કોઈ તબીબ હાજર રહેતા ન હોય ઇમર્જન્સીમાં નગરજનોને લોકોને ખુબ જ તકલીફ પડતી હતી. જે સંદર્ભે નવયુવાનોએ પંચાયતમાં રજૂઆત કરતા પાલેજ નગરમાં તબીબી પ્રેક્ટિસ કરતા આઠ ડોક્ટરો સાથે તથા ગામલોકો સાથે મીટીંગ રાખવામાં આવેલી હતી અને જેમાં રાત્રિના સમયે કોઈપણ એક ડોક્ટર નગરમાં હાજર રહેશે એવું નક્કી કરવામાં આવ્યું હતું.

જે મુજબ નગરમાં પ્રેક્ટિસ કરતા, ડૉ. સોયબ, ડૉ. તોસીફ ઈકબાલભાઈ, ડૉ. સીરાજ પટેલ, ડૉ. તાહીર મેમણ, ડૉ. બ્રિજેશ જડીયા, ડૉ. સાબિર ખાનપુરીયા, ડૉ. સમીર મીયાજી અને ડૉ. મોહસીન રખડા સાથે, પંચાયત કચેરીમાં મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં રવિવારના રોજ ડૉ. સોયબ ડેગ માસ્ટર મૅડકૅર હોસ્પિટલમાં રાત્રી રોકાણ કરશે. સોમવારની રાત્રિએ જહાંગીર પાર્કમાં ડૉ. તૉસીફ ઈકબાલ કબીર રાત્રી સેવા કરશે, મંગળવારના રોજ ટંકારીયાના ડૉ. સીરાજ પટેલ પંચાયત કચેરીમાં સરપંચના રૂમ રાત્રી રોકાણ કરશે, બુધવારના રોજ ડૉ. તાહીર મેમણ કલ્પના નગર સોસાયટીમાં તેમના ઘરે રાત્રે મળશે, એ જ રીતે ગુરુવાર રાત્રિના રોજ ડૉ. બ્રિજેશ જડીયા પંચાયત કચેરીમાં સરપંચની ઓફિસમાં રાત્રી રોકાણ કરશે, શુક્રવારની રાત્રિએ ડૉ. સાબીર ખાનપુરીયા, એસકે નગર સોસાયટીમાં તેમના ઘરે મળશે અને શનિવારની રાત્રિએ ડૉ. મોહસીનભાઈ રખડા ગામમાં ,જુમ્મા મસ્જિદ પાસે આવેલ સલમાન ઈસ્માઈલ મામુના ઘરે રાત્રી રોકાણ કરી ઇમર્જન્સીમાં સેવા આપશે. આમ દરેક ડોક્ટરના રાત્રે સેવા માટે નક્કી કરવામાં આવ્યા હોય નગરજનોને રાત્રિના સમયે કોઈ તકલીફ ઊભી થાય તો ઉપરોક્ત તબીબો પોતાના વાર પ્રમાણે સેવા પ્રદાન કરશે.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લાનાં હાલોલ તાલુકાનાં રામેશરા ગામથી બે જગ્યાએથી રૂપિયા ૮૯,૦૦૦/- ની કિંમતનો અખાધ્ય ગોળનો જથ્થો ઝડપી પાડતી ગોધરા આર.આર.સેલ પોલીસ…

ProudOfGujarat

સુરત જિલ્લામાં બે દિવસ પડેલા કમોસમી માવઠાને લીધે ડાંગર શાકભાજીના પાકને મોટું નુકસાન .

ProudOfGujarat

નડિયાદ : કપડવંજ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!