Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નેત્રંગમાં સામસામે અડફેટે કાર ડિવાઇડર ઉપર ચઢી જતાં અકસ્માત સર્જાયો.

Share

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકા મથકનાં જીનબજારના એટીએમ ફળીયા પાસે એક ખાનગી કાર પૂર ઝડપે પસાર થઇ રહી હતી, જે દરમિયાન સામે છેડેથી એક મહેન્દ્રા પીકઅપ ગાડી પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા બંને વચ્ચે સામસામે ટક્કર લાગતા કાર ડિવાઇડર ઉપર ચઢી ગઈ હતી,

જેમાં કારના આગળના ભાગના ફુરચેફુરચા ઉડી ગયા હતા. સદનસીબે ટક્કર લાગતા કારમાની એર બેગ ખુલી જતાં વાહનચાલકનો આબાદ બચાવ થયો હતો,ગમખ્વાર અકસ્માતની બનાવના પગલે ઘટના સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા, હાથ-પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વાહનચાલકને સારવાર હેઠળ ખસેડાયો હતો.

Advertisement

Share

Related posts

જંબુસરનાં મગણાદ ગામે શ્વાનનો ભય : હડકાયેલા શ્વાને અનેક લોકોને કરડતા ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

અંકલેશ્વરના મોતવાણ ગામેથી મહાકાય અજગરનું રેસ્ક્યુ જીવદયા પ્રેમીઓએ પકડી સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના પિપદરા ગામે નવી વસાહતમાં આર.સી.સી રોડ બનાવવા ગ્રામજનોની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!