Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લાનાં નબીપુર રેલવે ફાટક પર કેરિયર ટ્રક અથડાતા વાહન વ્યવહારને અસર…

Share

આજરોજ સવારે 8 વાગ્યાનાં સુમારે એક ટ્રક કેરિયર GJ 23 Y 5951 રાજકોટથી સુરત તરફ જતું હતું તે દરમ્યાન ડાયાદરા થઈ નબીપુર ને. હા. 48 પર જવા માટે આવતું હતું તે દરમ્યાન નબીપુર પ.રે. ફાટક પસાર કરતી વખતે કેરિયરમાં ભરેલ સામાન રેલવે ફાટકની ઉંચાઈ કરતા વધુ હોવાથી સામાન ફાટક ઉપર લાગેલ લોખંડની એંગલ જોડે ધડાકાભેર અથડાતાં કેટલોક સામાન તૂટીને નીચે પડયો અને કન્ટેનર ફસાઈ જતા રેલવે ફાટકને પણ નુકસાન થવા પામ્યું છે જેને કારણે ભારે વાહનચાલકો પરેશાન થઈ જવા પામ્યા છે.

બનાવ અંગે રેલવે પોલીસને જાણ કરતા તેઓ તરત ઘટના સ્થળે પહોંચી જઇ સ્થિતિને નિયંત્રિત કરી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઇજા થઇ નથી. રેલવે પોલીસે ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભાદરવો ભરપુર થતા ઝઘડીયા તાલુકાના બજારોમાં દિવાળી ટાણે તેજીના એધાણ…

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના સમડી ફળિયામાં તસ્કરોએ બેથી વધુ મકાનોને નિશાન બનાવ્યા હતા

ProudOfGujarat

નડિયાદ મૈત્રી સંસ્થાના પટાંગણમાં ગાંધી જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!