Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : આમોદમાં રખડતા શ્વાનનો આતંક યથાવત, પશુઓ સહિત બાળકો પર હુમલાનાં બનાવો વધ્યા.

Share

ભરૂચ જિલ્લાનાં આમોદ ખાતે રખડતા શ્વાનનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, થોડા દિવસ અગાઉ મચ્છી માર્કેટ વિસ્તારમાં એક સાથે ચાર બાળકોને શ્વાને કરડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ વધુ ઘટનાઓ હવે સામે આવી રહી છે તે બાબતે લોકોમાં ચિંતા જગાવી છે.

આમોદનાં નુરાની પાર્ક અને ફૈયાઝ પાર્ક વિસ્તારમાં શ્વાને એક બાળક અને ચાર બકરાઓને કરડતા લોકોમાં ફફડાટની લાગણી છવાઇ છે, સાથે જ ખુંખાર બનેલા રખડતા શ્વાન સામે તંત્ર ત્વરિત એક્શનમાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Advertisement

મહત્વની બાબત છે કે થોડા દિવસો અગાઉ પણ રખડતા શ્વાનનાં કારણે નબીપુર ગામ ખાતે એક બાળકે જીવ ગુમાવ્યો હતો ત્યારે આ પ્રકારે વધતા જતા શ્વાનનાં હુમલાઓ ચિંતા ઉપજાવી રહ્યા છે.


Share

Related posts

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ODOP (વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ) એકતા મંથન શિબિર યોજાઈ

ProudOfGujarat

સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના વધઘટ કેમ્પ લસકાણા પ્રાથમિક શાળામા યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરમાં સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!