Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે મદદે આવ્યા રીક્ષા ચાલકો, જિલ્લા પોલીસે કરફ્યુમાં ફરવા માટે 70 જેટલા રીક્ષા ચાલકોને આપ્યા પાસ, 10 જેટલા રીક્ષા ચાલકો પીપીઈ કીટ પહેરી દર્દીઓને આપશે વિના મૂલ્યે સેવા.

Share

ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે, તો બીજી તરફ સ્મશાન અને કબ્રસ્તાનમાં રોજના મૃતદેહ આવવાનો સિલસિલો યથાવત છે, આ વચ્ચે અનેક લોકો સેવાકીય પ્રવૃતિઓમાં પણ જોતરાયેલા નજરે પડી રહ્યા છે.

ભરૂચમાં કેસોમાં વધારો થતાં દર્દીઓને બેડ ન મળવા ના કારણે અનેક હોસ્પિટલોના આંટા ફેરા મારવા પડે છે, પરંતુ તંત્રની ગાઇડલાઈન મુજબ શહેરમાં આવશક્ય સેવાઓ સિવાયના તમામ વેપાર ધંધા બંધ છે, સતત દર્દીઓને લાવવા લઈ જવામાં એમ્બ્યુલસો પણ વ્યસ્ત હોય છે તેવામાં ભરૂચના રીક્ષા ચાલકો હવે લોકોને મદદરૂપ થવા માટે મેદાનમાં ઉતરી આવ્યા છે.

આજે ભરૂચના રેલવે સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ તરફથી ૭૦ જેટલા રીક્ષા ચાલકોને કરફ્યુ મુક્ત પાસ આપવામાં આવ્યા હતા સાથે જ નગરપાલિકા દ્વારા પાલીકા પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં રીક્ષા ચાલકોને માસ્ક અને સેનેટાઈઝરનું કરાયું વિતરણ છે, ભરૂચમાં ૧૦ જેટલા રીક્ષા ચાલક પી.પી.ઇ કિટ સાથે સજ્જ થઇ ફરશે અને દર્દીઓને લાવવા લઈ જવા વિના મૂલ્યે સેવાઓ પ્રધાન કરશે અને આ મહામારીમાં માનવતાની અનોખી પહેલની શરૂઆત આજથી તેઓએ શરૂ કરી છે.

ભરૂચમાં રીક્ષા ચાલકોની આ સેવાની લોકો પણ પ્રસંશા કરી રહ્યા છે, કોરોના મહામારીના સમયમાં લાગેલ લોકડાઉનની સ્થિતિ બાદથી રીક્ષા ચાલકોની આર્થિક સ્થિતી કફોડી બની હતી, તે વચ્ચે પણ રીક્ષા ચાલકોએ પોતાનાથી બનતી મદદ કરી કોરોના સામે ની લડતમાં તંત્ર સાથે ખભેખભા મેળવી મદદરૂપ થવાની આ પહેલ ખરેખર બિરદાવવા લાયક છે.

Advertisement

Share

Related posts

માંગરોળના વાંકલ ગામે શ્રીકૃષ્ણનો જન્મ મહોત્સવ અને મટકી ફોડ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલ ખાનગી શાળામાં બાળકોને પ્રવેશ ન આપતા સરપંચ દ્વારા પગલાં ભરવાની સત્તા આપતા ઠરાવ કરવામાં આવ્યો છે.

ProudOfGujarat

નવનિયુક્ત પ્રદેશ પ્રભારી ડૉ. રઘુ શર્માનું પંચમહાલ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!