Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં વિલાયત જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો…!!

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા નજીક આવેલ વિલાયત જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આદિત્ય બિરલા ગ્રાસીમ કંપની ખાતે આજે બપોરના સમયે અચાનક એકાએક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.

અચાનક લાગેલ આગના પગલે આગના ધુમાડા કિલોમીટરો દૂર સુધી જોવા મળતા સ્થાનિક લોકોના જીવ તાળવે ચોટયા હતા, ઘટના પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ૪ થી વધુ ફાયર ફાઈટરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા છે, તો બીજી તરફ વાગરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે.

હાલ આ આગ ક્યાં કારણોસર લાગી છે તેમજ આગમાં કોઈ જાનહાનિ છે કે કેમ તે અંગે સત્તાવાર કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી પરંતુ કંપનીમાં લાગેલ આગને જોતા મોટા નુકશાનનું અંદાજ લગાવાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

અરવલ્લીમાં વાલ્મિકી ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ વાલ્મિકી આશ્રમના ઓપનિંગનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગરમાવો.

ProudOfGujarat

ઉમરપાડાનાં મોટી હલધરી ગામે યાહામોગી પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!