Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં શક્તિનાથ ખાતે પાલિકા સંચાલિત સરદાર શોપિંગ નશાખોર તત્વો માટેનો અડ્ડો બન્યો..? ખાલી બોટલો કોઇક તત્વો ઓફિસ પાસે મૂકી જતા ચકચાર.

Share

ભરૂચમાં દારૂબંધીના ઉડયા ધજાગરા, શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગની દુકાનો બહાર ખાલી બોક્સ અને બોટલો ઓફિસના નકુચા સાથે કોઈક તત્વો લગાવીને જતા રહેતા ચકચાર મચ્યો હતો, મહત્વનું છે કે નગરપાલિકા સંચાલિત આ શોપિંગ સેન્ટર જાણે કે નશાબાજ તત્વો માટે આશીર્વાદ રૂપ બન્યો હોય તેમ લાગી રહ્યું છે.

આ શોપિંગમાં અનેક વેપારીઓ પોતાનો ધંધો રોજગાર કરે છે તેમજ અહીંયા ટ્યુશન કલાસીસ પણ આવેલા છે ત્યારે સાંજે અને રાત્રીના સમયે નશાબાજ તત્વો અહીંયા સક્રિય થતા હોય તેવી બાબતો પણ સમગ્ર મામલા બાદથી ચર્ચાનું કેન્દ્ર બની છે.

Advertisement

હાલ સમગ્ર ઘટના અંગે સ્થાનિક ઓફિસના એક નાગરિક દ્વારા આ ખાલી દારૂની બોટલો અને તેના લેબલોના ફોટો સોશિયલ મીડિયામાં લોકો વચ્ચે મૂકી શોપિંગમાં રાત્રીના સમયે દારૂની મહેફિલો જામતી હોવાની સાબિતી આપી હતી, જોકે આ પ્રકારના કૃત્ય ક્યાં તત્વોએ કર્યુ છે અને ક્યાં લોકો પાલીકા સંચાલિત આ શોપિંગમાં પાર્ટીઓ કરી નશાનો આનંદ લે છે ભરૂચના વિસ્તારમાં અવારનવાર બનતી ઘટનાઓને કારણે ભરૂચ પોલીસ અને એ ડીવીઝન પોલીસ જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે.


Share

Related posts

લીંબડીની ૨૧ એસ.ટી બસો વિછીયા મોકલવાથી ૬૦ ટકા જેટલા રૂટો બંધ થતા વિદ્યાર્થીઓને અને મુસાફરોને હાલાકી

ProudOfGujarat

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિતે નેત્રંગમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

અશિક્ષીત ગુજરાત વિધાનસભા 182માંથી 63 ધારાસભ્યો માત્ર 10 પાસ, 8 તો અભણ એમાં સૌથી વધુ ભાજપના…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!