Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિતે નેત્રંગમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

Share

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામા આવતા નેત્રંગ નગર સહિત તાલુકાના યુવક યુવતિઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લઇને ૩૦ જેટલી બોટલો રકત એકત્ર કરીને ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે અર્પણ કરવામા આવ્યુ હતુ.

૨૬ મી જાન્યુઆરીને ૭૩ મા પ્રજાસત્તાક પર્વ નિમિતે ભારતીય જનતા પાર્ટી નેત્રંગ તાલુકા યુવા મોરચાના બીજેશકુમાર ભરતભાઇ પટેલ તેમજ યુવા કાર્યકરો દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિતે નેત્રંગ નગરના ગાંધીબજાર વિસ્તારમા આવેલ જલારામ મંદિર હોલ ખાતે સીવીલ હોસ્પિટલ ભરૂચના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા નેત્રંગ નગરથી લઇને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના યુવક યુવતિઓએ ઉત્સાહભેર ભાગ લઇને રકતદાન ક્યુ હતુ. કુલ ૩૦ જેટલા લોકોએ રકતદાન કયુ હતુ. જેને લઇને ૩૦ બોટલ રકત એકત્ર થતા સીવીલ હોસ્પિટલ ભરૂચને અર્પણ કરવામા આવ્યુ હતુ.

Advertisement

Share

Related posts

સુરતમાં એમ્બ્યુલન્સમાંથી 25 કરોડથી વધુ કિંમતની નકલી નોટો ઝડપાઈ.

ProudOfGujarat

ભરૂચ ખોડલધામ યુવા સમિતિ દ્વારા લાપસી મહોત્સવ ઉજવાયો

ProudOfGujarat

ભરૂચ : આમોદ તાલુકાના કોબલા ગામના યુવકનું બ્રેઈન ડેડ થતાં પરિવારે અંગદાન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!