Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પેરોલ ફ્લો સ્કોડે મારામારીનાં ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી પાડયો.

Share

ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલ સૂચના અંતર્ગત જિલ્લાના તથા જિલ્લા બહારના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટે પીએસઆઇ બી.ડી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમ ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલ બાતમીના આધારે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં નંધાયેલ ગુનામાં નાસતા ફરતા આરોપી વિજયભાઇ મનુભાઇ વસાવા રહે.મહુવાડા, તા.ઝઘડીયા,જિ.ભરૂચનાને તા.૨૫ મી મેના રોજ ઝડપી લીધેલ હતો. બાદમાં કોરોના મહામારીને લઇને હસ્તગત કરેલ આરોપીનો કોવિડ ટેસ્ટ કર‍ાવવા તેમજ આગળની કાર્યવાહી કરવા ઉમલ્લા પોલીસને સોપ્યો હતો. આ ઝડપાયેલ નાસતા ફરતા આરોપીના નામે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ પણ નોંધાયેલા હોવાનુ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નર્મદા એલસીબી-એસઓજી એ દેવલિયા પાસે 16 લાખના મુદ્દામાલ સાથે ટાયરો ચોરતી ગેંગને ઝડપી પાડી.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ તાલુકાના ઉડી ગામ ખાતે એક ફોર વ્હીલ સ્લીપ થતા ચાલકને ગંભીર ઇજા પહોંચી.

ProudOfGujarat

महेश बाबू ने बच्चों के लिए किया प्रेरणादायक ट्वीट!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!