Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં આજે કુલ-૦૨ પોઝિટિવ કેસ નોંધાયા

Share

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથીપ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૦૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૧ સહિત કુલ-૦૨ પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૬ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલાં ૦૧ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૨૨ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૦૩ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૦૧ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૦૨ દરદીઓ સહિત કુલ-૨૮ દરદીઓ સારવાર હેઠળ છે.

Advertisement

આજે RTPCR ટેસ્ટમાં ૬૨૭ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૪૭૬ સહિત કુલ-૧૧૦૩ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા. ૫ મી જૂન, ૨૦૨૧ ના રોજ કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૦૧ દરદીનું મૃત્યુ થયેલ છે. આજદિન સુધી શંકાસ્પદ-૧૦૨, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૩૨ અને કન્ફર્મ કોવિડ ડેથ-૧૮ દરદીઓના મૃત્યુ નોંધાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૦૫ મી જૂન, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૭૦,૧૪૬ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૨૦૬ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૧૧૩૧૮ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૫૫૯૩૮ લોકોને વિતરણ કરાઇ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

-નબીપુર પોલીસ મથક ની હદ માં બીજી મોટરસાઇકલ ચોરાઈ

ProudOfGujarat

જંબુસર જે.એમ.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ વિધ્યાર્થીસંધની ચૂંટણી યોજાઇ.

ProudOfGujarat

વડોદરામાં ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!