Proud of Gujarat
Uncategorized

પેરોલ ફ્લો સ્કોર્ડ દ્વારા નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી તથા એટ્રોસિટીનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.

Share

ભરૂચ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી તેમજ એટ્રોસિટીનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફ્લો સ્કોડે ઝડપી પાડયો હતો. ભરૂચ પેરોલ ફલો સ્કોડની ટીમના માણસો કોમ્બિગ નાઈટમાં નબીપુર સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

મળેલ બાતમી અનુસાર નબીપુર સ્ટેશન વિસ્તારમાં પેરોલ ફ્લો સ્કોડ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હતું તે સમય દરમિયાન પોલીસની ધરપકડ થઈ નાસતો ફરતો આરોપી કમલેશભાઈ ભીખાભાઇ માછી રહે, આંગરેશ્વર, ભરૂચ જેને મારામારી અને એટ્રોસીટીનો ગુનો કર્યો હતો તેને આજરોજ આંગરેશ્વર તેના ઘરમાંથી જ ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની આગળની કાર્યવાહી નબીપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા ખાતે પ્રજાલક્ષી પ્રશ્નો અંગે ગૃહરાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઇ

ProudOfGujarat

ભોળી રેલવે પોલીસને ચિખલીનો બૂટલેગર બનાવી ગયાની લોકચર્ચા

ProudOfGujarat

ભરૂચ ના ચાવજ ગામ આવેલ ઝૂલનશાહ પીર ની દરગાહ નું ઉર્સ શરીફ મનાવવામાં આવ્યું હતું……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!