Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વિશ્વકર્મા ભવન ખાતે આવનારી વિધાનસભા બેઠકને લઈને આમ આદમી પાર્ટી દ્વારા કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લામાં શક્તિનાથ પાસે આવેલ વિશ્વકર્મા ભવન ખાતે આવનારી વિધાનસભામાં જીત મેળવવા કેટલાક નિર્ણયો લેવા માટે બેઠક યોજી હતી. દરેક સભ્યોએ માસ્ક પહેરી અને સોશ્યલ ડિસ્ટન્સ રાખીને બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચ આમ આદમી પાર્ટીના દરેક સભ્યો કાર્યક્રમ દરમ્યાન હાજર રહ્યા હતા. આવનારી વિધાનસભામાં કઈ રીતની કામગીરી હાથ ધરવાની હતી તેવા અમુક પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન 2022 માં આવનારી વિધાનસભા બેઠકમાં આમ આદમી પાર્ટીનું કેટલું યોગદાન રહેશે તેમજ દરેક જગ્યાએ કેવા સભ્યોની નિમણુંક કરવામાં આવશે અને જીત મેળવશે તે પ્રકરની કામગીરીની યોજનાઓ કરવામાં આવી હતી. તેમજ કયા કાર્યકર્તાઓને કેવી કામગીરી સોંપવી જેથી જિલ્લામાં આમ આદમી પાર્ટીનાં પાયા બેસાડવામાં આવે તે માટે ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં, વોર્ડમાં અને સાથે ગામડાઓમાં કઈ રીતે વિસ્તરણ કરવું તે બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ-મોસાલીનાં બજારો આજથી નવથી સાડા બાર વાગ્યા સુધી ખુલ્લા રહેશે.            

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ‘હવે તો બસ એક જ વાત યોગમય બનશે ગુજરાત’ નું આયોજન કરાયું.

ProudOfGujarat

સરકારને વ્હારે આવી ખાનગી કંપનીઓ : તૌકતે વાવાઝોડાને પગલે રાજયમાં ખોરવાયેલ વીજ પુરવઠાની કામગીરી શરૂ : ઉર્જા મંત્રી… જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!