Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

દહેજ પોર્ટ પર શંકાસ્પદ કબૂતર મળતા ગુપ્તચર એજન્સી સતર્ક : પોલીસ દ્વારા એક્સ-રે નો રિપોર્ટ સુરક્ષા કારણસોર ખાનગી રખાયો..

Share

ગઇકાલે સાંજના સમયે LNG પેટ્રોનેટની જેટી નજીક સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહેલી ટગબોટમાં એક કબૂતર આવીને બેઠું હતું જેના પગમાં ટેગ નજરે પડતા પોર્ટ સિક્યુરિટીને જાણ કરાઈ હતી. કંપનીની સિક્યુરિટીએ આ કબૂતરને ઝડપી પાડી પોલીસને જાણ કરતા કાફલો દોડી ગયો હતો.મામલાની ગંભીરતા પારખી દહેજ મરીન પોલીસના સબ ઇન્સ્પેકટર વિપુલ ગાગીયા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સબ ઇન્સ્પેકટર નરેશ ટાપરીયા તાત્કાલિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કબૂતર મળવાની સ્થિતિ અને કબુતરની તપાસ શરૂ કરી હતી.ઝડપાયેલ કબુતરના પગમાં એક ટેગ લગાડેલું છે . આ ટેગ ઉપર એક નંબર લખવામાં આવ્યો છે. પોલીસે આ ટેગની તપાસ શરૂ કરે તેમાં કોઈ ટ્રેકર કે જીપીએસ સિસ્ટમ છે કે કેમ? તેની તપાસ શરૂ કરી છે. આ ટેગ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે.​​​​​​​સામાન્યરીતે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઈલાજ કે તબીબી તપાસ થાય છે પણ સિવિલ હોસ્પિટલમાં મરીન પોલીસ કબૂતર લઈને પહોંચી હતી.

રેડિયોલોજી વિભાગમાં કબૂતરનો x -ray કાઢવામાં આવ્યો હતો. જોકે સુરક્ષા કારણોસર રિપોર્ટ ખાનગી રાખવામાં આવ્યો છે.આજે દેશના સૌથી ઝડપી વિકસિત પોર્ટ દહેજમાં એક શંકાસ્પદ કબૂતર મળી આવતા પોલીસ સહીત ગુપ્તચર એજન્સીઓ દોડતી થઇ ગઈ છે.

Advertisement

આ કબૂતરના પગમાં એક ટેગ લગાડેલું છે. જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે.એજન્સીઓ દ્વારા કબૂતરો એક્સ-રે પણ કઢાવવામા આવ્યો છે. એક વર્ષ પહેલા પણ આ રીતે જ કબૂતર ઝડપાયું હતું. એક વર્ષ અગાઉ પણ આવો મામલો સામે આવ્યો હતો.એક વર્ષ અગાઉ પણ દહેજ પોલીસને આ પ્રકારનું કબૂતર મળી આવ્યું હતું. જેમાં ટેગ લાગેલી હતી.


Share

Related posts

નેત્રંગ એમ.એમ ભકતા હાઈસ્કૂલ પાસે આંકડાનો જુગાર રમતા બે ઇસમોની હજારોના મુદ્દામાલ સાથે પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

જમીઅત ઉલેમા એ હિન્દ દ્વારા કોરોના વોરિયર્સ એવા પાલેજ પોલીસનું સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

સુરત : લસકાણા પ્રાથમિક શાળામા કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળી લિ. ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!