Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કોલેજ રોડ પર નવા બ્રિજ નીચે મોટું કન્ટેનર ફસાયું.

Share

તારીખ 15 ને રાત્રીના 10 કલાકે ભરૂચના કોલેજ રોડ પર વળાંક લેવા જતા બ્રિજ નીચે મોટું કન્ટેનર ફસાયું હતું. ભરૂચની એ.બી.સી ચોકડીથી મહારાષ્ટ્ર પાર્સિંગનું મોટું કન્ટેનર રસ્તો ભટકી જતા ભરૂચ તરફ વળતા કોલેજ રોડ સુધી આવ્યા બાદ રસ્તો ભટક્યો હોવાનો ડ્રાઇવરને અહેસાસ થતા કોલેજ રોડ પર નવા બ્રિજ નીચેથી વળાંક લેતા કન્ટેનર બ્રિજ નીચે ફસાયું હતું.

કોરોના કાળમાં લોકડાઉનના પગલે લાગેલ કરફ્યુને કારણે ટ્રાફિક જામ થયો ન હતો, ફસાયેલા મોટા કન્ટેનરને બ્રિજ નીચેથી કાઢવા ડ્રાઇવરે ઘણી કોશિશ કરી પણ નીકળી શક્યું ન હતું. આખરે કન્ટેનરના ડ્રાઇવરે કન્ટેનરની પાછળના વ્હીલની હવા કાઢી નાંખી હતી જેથી કન્ટેનરની ઉંચાઈ ઓછી થતા કલાકની મહેનત બાદ કન્ટેનર બ્રિજ નીચેથી નીકળ્યું હતું.

રિદ્ધિ પંચાલ, ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં કુલ ૧૭૮૬૬ જેટલા પૂર અસરગ્રસ્તોને અત્યાર સુધીમાં રૂ.૪૨.૧૯ લાખ કેશડોલ્સ પેટે સહાય ચુકવાઇ

ProudOfGujarat

અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે ક્રાઇમ બ્રાંચના દરોડામાં જુગાર રમતા ૭ ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના બાદ મ્યુકરમાઇકોસીસનાં કેસમાં જંગી વધારો : તંત્ર સતર્ક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!