Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-અંકલેશ્વરની સુરવાડી ફાટક પર નવ નિર્માણ ફ્લાય ઓવર બ્રિજનું આવતીકાલે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ.

Share

અંકલેશ્વર શહેર તેમજ ગડખોલ પાટિયાને જોડતા માર્ગ ઉપર સુરવાડી ફાટક પર નવ નિર્માણ પામેલ બ્રિજનું ઈ લોકાર્પણ ગુરુવારના રોજ કરાશે. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ આ બ્રિજ ખુલ્લો મુકશે. અંકલેશ્વર શહેર તરફથી જુના નેશનલ હાઈવે નંબર ૮ ને જોડતા માર્ગ સુધી સુરવાડી રેલ્વે ફાટક ઉપર નવા ફ્લાય ઓવરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

વાહનચાલકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને આ બ્રિજની માંગ ઉઠતા વર્ષ ૨૦૧૬ લમાં તેને પ્રાથમિક મંજુરી આપવામાં આવી હતી અને ત્યારબાદ ૫ વર્ષે આ બ્રિજનું એક નિર્માણ પૂર્ણ થયું છે જોકે જુના નેશનલ હાઈવે નંબર ૮ ઉપર એક તરફનો ભાગ નિર્માણ કરવાનો બાકી છે.પરંતુ ભરૂચ તરફ જવાનો માર્ગ પૂર્ણ થઇ જતા તેનું ઈ લોકાર્પણ કરી દેવામાં આવશે.

ગુરુવારે સવારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે તેનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરવામાં આવશે. ૧૦૪.૮૬ કરોડના ખર્ચે આ બ્રીજ નિર્માણ પામ્યો છે. ત્યારે આ બ્રીજ ખુલ્લો મુકાતા વાહનચાલકોનો સમય હવે ફાટક ઉપર નહિ વેડફાય. ઈ લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચના સસાંસદ મનસુખ વસવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

Advertisement

Share

Related posts

મહુધામાં રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ પ્રદર્શન અને સેવાસેતુ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું

ProudOfGujarat

અંકલેશ્વર શહેર ના ગંગાજમના સોસાયટી ખાતે બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી હજારોની મત્તા ઉપર હાથફેરો કર્યો હતો…

ProudOfGujarat

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ‘ભારત’ માં વૃદ્ધિને વેગ આપવા માટે “સ્વદેશ બેંકિંગ” રજૂ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!