Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ નગરમાં ઘરફોડ ચોરીનો સિલસિલો યથાવત : પોલીસ તંત્ર અતિ નિંદ્રામાં લીન

Share

ચિલ્લા કેટલા દિવસોથી ભરૂચ નગરમાં તસ્કરોનો ખુબ ત્રાસ હોય તેમ લાગી રહ્યું છે. અત્યાર સુધી બી અને સી  ડીવીઝન પોલીસ મથકમાં મારા પછી તારો અને તારા પછી મારો એમ ઉપરા છાપરી ચોરીના બનાવો બન્યા હતા. નવાઈની બાબત એ છે કે વીતેલા સમયની ચોરીના ગુનામાં ભેદ ભરમ અકબંધ છે ત્યાં ગત રાત્રીના સમયે ‘એ’ ડીવીઝન પોલીસની હદમાં આવેલ મંગલ જ્યોત સોસાયાટી દહેજ બાયપાસ રોડ બંગલા નબર ૪૫ ખાતે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આ બનાવાના ફરિયાદી યોગેશ પરમાર રહેવાસી મંગલ જ્યોત સોસાયટી સાંજે ૬:૩૦ કલાકે તા ૧૨-૦૨-૨૦૧૮ નાં રોજ બાહર ગયા હતા તે સમયે તસ્કરોએ તેમના ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાના સોના-ચાંદીના દાગીના તથા રોકડા ૧૦,૫૦૦ મળી કુલ રૂપિયા ૯૫,૫૦૦ નાં મત્તાની ચોરી કરી હતી.

આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.બી.તરપડે તપાસ કરી રહ્યા છે.

Advertisement


Share

Related posts

ગરૂડેશ્વર તાલુકાનાં ગોરા ગામના સમગ્ર વિસ્તારને COVID-19 કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરતું જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિદ્ધ કરેલું જાહેરનામુ.

ProudOfGujarat

લીંબડી એચડીએફસી બેન્ક પાછળ ચાલતા શિવણ કલાસિસ ખાતે આજે મહિલા ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

લખતરની મહિલાઓનો પાણી પ્રશ્ને લખતર ગ્રામ પંચાયતમાં કર્યો હોબાળો

ProudOfGujarat
error: Content is protected !!