Proud of Gujarat
FeaturedGujaratINDIA

નિ:શુલ્ક હેલ્થ કેમ્પ : જેસીઆઇ ભરૂચ દ્વારા જય અંબે સ્કુલ, ભોલાવ ખાતે મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયુ.

Share

જેસીઆઇ ભરૂચ દ્વારા 7X મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલના સહયોગથી નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું તા ૨૦.૦૬.૨૦૨૧ ના રોજ સવારે ૯ થી ૨ વાગ્યા સુધી જય અંબે ઈન્ટરનેશનલ સ્કુલ, નારાયણ કુંજવિહાર સોસાયટી પાસે, ભોલાવ, ભરૂચ પર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાથમિક ચેકઅપ જનરલ સર્જન તથા ફીઝીશ્યન તેમજ સ્ત્રીરોગ ચિકિત્સક દ્વારા તપાસ કરી યોગ્ય માર્ગદર્શન તેમજ મફતમા જરૂરી દવાઓ આપવામાં આવશે. જેમા જાહેર જનતાને ભાગ લેવા જણાવવામાં આવ્યુ હતુ.

જેમાં બ્લડ પ્રેશર તપાસ, રેન્ડમ બ્લડ સુગર તપાસ, ઓક્સિજન સેચ્યુરેશન, ECG વગેરે તેમજ બહેનો માટે બ્રેસ્ટ એનાલિસિસ, સ્ત્રી રોગો તપાસ, માસિકને લગતી કોઈપણ તકલીફ, પેટમાં દુખાવો રહતો હોય, સફેદ પાણી પડતું હોય, ખંજવાળ આવવી, પેપ સ્મીર ટેસ્ટ, નિસંતાન પણા જેવા અંગત તકલીફોનું માર્ગદર્શન વગેરેની તપાસ કરી આપવામાં આવશે, જેમા પ્રેસીડન્ટ જગદીશ પટેલ સહિત સેક્રેટરી જુમાના ગુલામહુસૈનવાલાની ઉપસ્થિતીમા કેમ્પનુ આયોજન કરવામા આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું સન્માન કરાયું.

ProudOfGujarat

આઈસર ટેમ્પાએ મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલકનું મોત

ProudOfGujarat

અંકલેશ્વરના કાપોદરાની જમીન વિવાદ કેસમાં કોર્ટનો ચુકાદો.હાજીપીરની જમીનમાં થયેલા તમામ ફેરફાર નોંધ રદ કરવા આદેશ. જમીનને હાજીપીર દેવસ્થાનના નામે કરવા હુકુમ-દંડ વસૂલાશે…

ProudOfGujarat

1 comment

SAIFUDDIN MULLA June 19, 2021 at 7:34 am

All the best to JCI Bharuch.
Will try to make it to the camp

Reply

Leave a Comment

error: Content is protected !!