Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાના તિલકવાડા તાલુકામાં ત્રણ 3 ઈંચ વરસાદ ખાબક્યો : મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો–209 મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

Share

નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાંત્રણ (3) ઈંચ વરસાદ ખબક્યોછે. જયારે ગરુડેશ્વર અને નાંદોદ મા એક એક ઇંચ વરસાદ થયો છે. જયારે સાગબારા અને ડેડીયાપાડામા નહીવત વરસાદ થયો છે.આમ, નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-127 મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-209 મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે નાંદોદ તાલુકો -126 મિ.મિ., તિલકવાડા તાલુકો-157 મિ.મિ.,ગરૂડેશ્વર તાલુકો-82 મિ.મિ., અને સાગબારા તાલુકો-59 મિ.મિ. વરસાદ રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-115.46 મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-102.11 મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૭૯.૧૫ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૭૯.૮૫ મીટરે પહોંચ્યો છે. જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે 14.62 મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

Advertisement

જ્યોતિ જગતાપ,રાજપીપલા


Share

Related posts

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત યુવા સંવાદનું આયોજન કરાયું.

ProudOfGujarat

લીંબડી તાલુકાનાં ભાલ પંથકમાં ઝાકળનો કહેર જોવા મળ્યો.

ProudOfGujarat

રાજકિય સમીકરણો ગરમાયાં : ભરૂચ જિલ્લા પંચાયતની  બેઠક ફેરબદલીથી પ્રમુખ-કારોબારી ચેરમેન બીજીવાર તેમની હાલની બેઠકથી લડી નહી શકે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!