Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર શિલ્પી સ્કવેર શોપિંગ સેન્ટરમાં ગાંજો ફૂંકતા અસામાજિક તત્વો ઝડપાયા.

Share

– દુકાનદારોએ પોલીસને જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ભરૂચના દહેજ રોડ પર આવેલ શોપિંગમાં અસામાજિક તત્વોથી પરેશાન થઈ દુકાનદારોએ આખરે પોલીસનો સહારો લેવા મજબુર બન્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર શ્રવણ ચોકડીથી દહેજ તરફ જવાના માર્ગ પર આવેલ શિલ્પી સ્કેવર શોપિંગમાં કેટલાય અસામાજીક તત્વો રોજ આવી નશીલા પદાર્થનું સેવન કરી આતંક મચાવતા હોવાથી દુકાનદારો ત્રસ્ત બની જવા પામ્યા હતા. આ શોપિંગ સેન્ટરમાં કેટલાય ટ્યુશન ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે ત્યારે રોજ સવારથી જ અડિગો જમાવીને નશીલા પદાર્થનું સેવન કરી અને આવતા જતા લોકોને હેરાન કરતા આ અસામાજીક તત્વોથી ત્રસ્ત થઈ આખરે દુકાન સંચાલકોએ નશીલા પદાર્થનું સેવન કરતા 4 જણને ઝબ્બે કરી પોલીસના હવાલે કર્યા હતા.

Advertisement

Share

Related posts

હાલોલ એસ.ટી. ડેપોના મેનેજર બસ ડ્રાઈવર પાસેથી લાંચ લેતા ઝડપાયા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં દઢાલ ગામમાં અંતિમ યાત્રા જીવના જોખમે કાઢવા ગ્રામજનો મજબૂર

ProudOfGujarat

ભરૂચની કોવિડ હોસ્પિટલોમાં સાયકોલોજીસ્ટ ડોકટરો દ્વારા દર્દીઓનું કાઉન્સિલીંગ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!