Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ દેરોલ ચોકડી પરથી હથિયાર સાથે એક ઈસમ ઝડપાયો.

Share

આગામી દિવસોમાં રથયાત્રા અને અનેક તહેવારો આવતા હોય તે માટે જિલ્લા પોલીસ સક્રિય બની છે અને અનિચ્છનિય બનાવ ન બને તે માટે અનેક સૂચનાઓ આપવામાં આવી હતી. તે દરમિયાન ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચને બાતમી મળેલ હતી કે બિહાર-પટનાથી ભરૂચમાં એક ઇસમ વેચવા માટે હત્યાર લાવેલ છે જેની તપાસ શરૂ કરવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. બિહાર-પટનાથી ભરૂચમાં વેચવા માટે લાવેલ હત્યાર સાથે આજરોજ મોહંમદ સેરજ અનવર ઉર્ફે સિરાજ મંજોર અંસારી નામના મૂળ દિલ્હીના ઇસમની લાયસન્સ વગર ગેરકાનૂનની સાધનો/હથિયારો સાથે લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી.

બનાવ અંગે મળતી માહીતી મુજબ આરોપીના ટ્રાવેલિંગ બેગમાંથી પોલીસને ૨ હાથ બનાવટની પિસ્તોલ, ૨ મેગઝીન તેમજ ૧૯ નંગ કાર્ટીઝ મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી. ગઈકાલના રોજ બપોરના લગભગ 1 વાગ્યે સિરાજ અંસારી પોતાની પાસે રહેલ કાળી બેગમાં લાયસન્સ પરવાનગી વિનાના અગ્નિ શસ્ત્રો પૈકી પિસ્તોલ નંગ 02 જેની કિંમત રૂ 50,000/- સહિત 2 મેગઝીન કિંમત રૂ.400/-, કાર્ટીઝ 19 જેની કિંમત 1900/- સહિત ૬૧,૬૧૦ ના મુદામાલ સાથે મૂળ દિલ્હીના હાલ આમોદમાં રહેતા આરોપી મોહમદ સેરાજ અનવર ઉર્ફે સિરાજ મંજોર અંસારીની લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી ઇસમની વધુ પૂછપરછ કરતાં તે ભારતના અલગ-અલગ રાજયો અને બે વર્ષ મલેશિયા રહીને આવેલ છે અને આ હથિયાર કયાંથી લાવ્યો હતો અને કોણે આપવાના હતા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસને સોંપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં શ્રવણ ચોકડી નજીક 12 વર્ષથી બંગાળી કલાકાર દ્વારા ઇકો-ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિનું નિર્માણ

ProudOfGujarat

ભરૂચ-એક એવું ગામ જ્યાં આવેલી એક વાવ માં રહે છે બારે માસ જળ, કુદરતી શુધ્ધ અને મીઠા જળ આપી રહ્યા છે ગામના લોકોને જળ આશિર્વાદ-જાણો વધુ…

ProudOfGujarat

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલ સ્નેચિંગ સહીતનાં ગુનામાં સંડોવાયેલ બે આરોપી ઉપરાંત ચોરીના મોબાઈલ વેચવામાં મદદગારી કરનાર આરોપીને ઝડપી લીધા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!