Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા GIDC માં ચાલતા દારૂના જથ્થાના કાર્ટિગ દરમિયાન દરોડા પાડી ભરૂચ ક્રાઇમ બ્રાંચે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

Share

ભરૂચ જિલ્લામાં દારૂ તથા જુગારના બદી ડામવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ ભરૂચ જિલ્લા પોલીસ ગેરકાનૂની પ્રવૃતિ અટકાવવા માટે સક્રિય બની છે.

ભરૂચ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટિમો દ્વારા ડ્રાઈવ દરમિયાન દારૂ જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ પર ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવતા ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પોલીસની કાર્યવાહીથી બચવા નવી નવી પદ્ધતિઓ અપનાવે છે.

Advertisement

વહેલી સવારના સમયે દારૂની હેરાફેરી કરવાની બાતમી મળતા મળતી બાતમીનાં આધારે ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી બુટલેગરો ઉપર સતત વોચ રાખવામાં આવી હતી.

આજરોજ વહેલી સવારના ભરૂચ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલનો રહેવાસી નામચીન બુટલેગર સતીશ ઉર્ફે ગાંડો ચંદુભાઈ વસાવાઈ પોતાની આર્થિક ફાયદા માટે ગેરકાનૂની રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થો મંગાવી ઝગડીયા જી.આઈ.ડી.સી. ખાતે આવેલ બ્લેક રોઝ કંપની બાજુમાં કાર્ટિગ કરનાર હતો. મળતી માહિતીને આધારે ટીમના પોલીસના માણસો રેડ કરતા વાહનો તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરના બોટલો નંગ 2376 જેની કુલ કિંમત 02,37,600/- એક મહિન્દ્રા બોલેરો ગાડી તથા હોન્ડા ટ્રીગર બાઈક જેમી કિંમત 4,20,000/- સહીત આરોપીની અંગ ઝડતીમાંથી રોકડ રૂપિયા અને મોબાઈલ જેની કિંમત 3200/ મળી કુલ 06,60,800/- ના મુદ્દામાલના મોટા જથ્થા સાથે એક ઈસમ આરોપી રવિદાસ કાભઈ વસાવા રહે, લિંગ્સથળી અલકાઓઉરી ફળિયું ડભોઈ, વડોદરા અને દારૂનો જથ્થો બુટલેગર સતિષ ઉર્ફે ગાંડો ચંદુભાઈ વસાવાનો હોવાથી કાયદેસરની કાર્યવાહી ભરૂચ ક્રાઇમ બ્રાંચ ઝઘડિયા પોલીસ સ્ટેશનને સોપી હતી. જેમાં સતિશ ઉર્ફે ગાંડો સહિત અન્ય ત્રણ આરોપીઓ ફરાર થયા હોવાથી તેમની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.

રિધ્ધી પંચાલ, ભરૂચ.


Share

Related posts

જંબુસર આઈ.સી.ડી.એસ. કચેરી ખાતે ત્રિદિવસીય કેસ તાલીમનો પ્રારંભ

ProudOfGujarat

ઓરેવા ગ્રુપના કર્તાહર્તા સામે કાર્યવાહીની માંગ સાથેની ગુજરાત હાઈકોર્ટમાં કરાઈ અરજી

ProudOfGujarat

ઓલ ગુજરાત ફોટો કોમ્પિટિશનમાં અંકલેશ્વરના હેતલ ભટ્ટ વિજેતા બન્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!