Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વાણિજ્ય પ્રવૃત્તિ કરનાર લોકોને 10 જુલાઈ સુઘી વેક્સીનનો પહેલો ડોઝ લેવો ફરજિયાત.

Share

આજરોજ ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવેલ વાણિજ્ય પ્રવૃત્તિ ચલાવનાર વેચાણ કર્તાઓએ તા.10 જુલાઈ સુધી વેક્સીનનો પહેલો ડોઝ લેવો ફરજિયાત છે તેવું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ તમામ વેપારીઓ, લારી, ગલ્લાધારક, ફેરિયા તથા પાથરણાવાળા કે જેઓ વાણિજ્ય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે તેઓ તમામ લોકોએ તા.10 જુલાઈ સુધીમાં ફરજીયાતપણે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા પ્રવૃતિઓ ચાલુ રાખી શકશે નહીં. સંસ્થાઓએ ચેકીંગ દરમિયાન સંસ્થાના માલિકો તેમજ સંસ્થાના કામ કરતા કર્મચારીઓએ લીધેલી રસીનું પ્રમાણપત્ર બતાવવાનું રહેશે.

Advertisement

હાલ ભરૂચ જિલ્લામાં વેક્સીનનો જથ્થો અપૂરતો છે સિવિલ ખાતે રોજના માત્ર 100 જ લોકોને વેક્સીનેશનનો લાભ મળે છે ત્યારે નગરપાલિકા દ્વારા બહાર પડવામાં આવેલ જાહેરનામાને કારણે આવતીકાલથી વેક્સીનેશન સેન્ટરો પર લોકોની ભીડની પડાપડીના દશ્યો સામે આવાની તૈયારી છે. અપૂરતી વેક્સીનેશન સામે કેવી રીતે ભરૂચના હજારોની સંખ્યાના વેપારીઓને વેક્સીનેશન પૂરું કરી શકાશે તે હવે જેવું રહ્યું…!

રિધ્ધી પંચાલ,ભરૂચ.


Share

Related posts

ભરૂચ : દશામાં, તાજિયા અને ગણેશોત્સવ દરમિયાન કુદરતી જળસ્ત્રોતને પ્રદુષિત થતું અટકાવવા સત ચેતના પર્યાવરણ સંગઠન દ્વારા ઘનિષ્ઠ અભિયાન.

ProudOfGujarat

અંક્લેશ્વરની ગાના મ્યુઝિક ક્લબ દ્વારા ઈન્સ્ટ્રુમેંન્ટલ ઇવનિંગનુ આયોજન

ProudOfGujarat

ભરૂચના નારેશ્વર ખાતે શ્રી રંગ અવધુત મહારાજની ૧૨૧મી જન્મ જયંતિ (રંગ જયંતિ) મહોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!