Proud of Gujarat
INDIAFeaturedGujarat

સસ્તા ભાવે ડોલર લેવાની લાલચમાં સુરતના યુવાન સાથે 1.70 લાખની ઠગાઇ કરનારા 4 આરોપી ઝડપાયા.

Share

ગત તારીખ. 03/07/21 ના રોજ ભરૂચ નેશનલ હાઇવે પર સ્વામી નારાયણ મંદિર આગળ બ્રિજ પર અમેરિકન ડોલર આપવાના બહાને સુરતના યુવાન સાથે રૂપિયા 1.70 લાખની છેતરપિંડી કરી ત્રણ ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા.

મળેલ બાતમીની આધારે રાજય સરકાર મહાત્વકાંશી પ્રોજેકટના સીસીટીવી કેમેરાની મદદથી હ્યુડાઈ આઈ ટવેન્ટી કારનો નંબર મેળવીને ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત મળેલા પોકેટ–કોપ મોબાઈલ સર્ચ કરતાં તેમાં મળેલ નામ સરનામાવાળા ઇસમની સવેલન્સ સ્ટાફ દ્વારા ખાનગી બાતમીદાર મારફતે તપાસ કરવામાં આવી હતી, જેમાં જાણવા મળેલ દરમિયાન ટેકનીકલ એનલીસીસ તથા હ્યુમન સોર્સીસ દ્વારા આરોપીઓના લોકેશન અમદાવાદ તરફ જઇ રહ્યા હોવાની હકીકત જાણવા મળતા આણંદ પોલીસની મદદથી ફરિયાદીના રોકડા રૂ. 1,71,000/- તથા ચાર ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં હાલ આરોપીઓની પૂછપરછ ચાલુ કરી દેવામાં આવી હતી.

Advertisement

ત્રણ દિવસ અગાઉ સુરત શહેરમાં આવેલ લંબે હનુમાન રોડ ઉપર આવેલ મોતીનગર સોસાયટી ખાતે રહેતો ઉમેશ ભવન કલ્સરીયા રેડિમેડ કપડાં રાખી હોલસેલનો વેપાર કરે છે, જે વેપારીને તેઓના સંબંધીએ સુરતના વિનુભાઈનો સંપર્ક કરાવ્યો હતો. વિનુભાઇ સસ્તા ભાવે ડોલર આપવાનું કહી યુવાનને સુરતના કામરેજથી ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામી નારાયણ મંદિર પાસે લાવ્યા હતા. જયેશ પટેલ નામના ઈસમ પાસેથી ડોલર લેવાનું કહ્યું હતું જે બાદ વિનુભાઈ અને જયેશ પટેલ સહિત કાર ચાલક યુવાનને કારમાં બેસાડી વડોદરા તરફ લઈ જઈ તોડી દૂરથી યુટર્ન મારી કાર ઝાડેશ્વર ચોકડી તરફ વાળી હતી અને સ્વામી નારાયણ મંદીર સામેના નેશનલ હાઇવે પર બ્રિજ પર ઉતારી રૂપિયા 1.70 લાખ લઈ ફરાર થઈ ગયા હતા. છેતરપિંડી અંગે યુવાને સી ડિવિઝન પોલીસ મથકે ત્રણ ગઠિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેઓની આજરોજ આણંદ પોલીસે ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી ભરૂચ સી ડિવિઝન પોલીસને સોપવામાં આવી હતી.

પકડાયેલ આરોપીઓ :

(1) વિનુભાઇ ઉર્ફે હિમંતભાઈ ભવાનભાઇ ગોહિલ રહે, શોખવા ગામ, મહુવા,ભાવનગર
(2) વાલજીભાઈ ધનભાઈ મકવાણા, રહે, પળીયાદ ગામ, ચામુંડા નગર, પશુ દવાખાનાની અપસે, બોટાદ
(3) હસમુખભાઇ ઉર્ફે હિતેશભાઈ રાજુભાઇ મકવાણા, રહે, અમરપરા ગામ, મસ્જિદવાળી શેરી, હારીજન નિવાસ, ટંકારા, મોરબી
(4) અખ્તર કરીમભાઈ રતનીયા, રહે, નવા અમરપર, મેયન આરડી, ટંકારા , મોરબી નાઓની આજરોજ ધરપકડ કરવામાં આવી હતી.


Share

Related posts

સુરેન્દ્રનગર : સાયલાના દેવગઢ ગામની સીમમાં આવેલ વાડીમાં આકાશમાંથી વધુ એક ગોળો પડતાં લોકોમાં ભય.

ProudOfGujarat

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા માર્ગ અને મકાન વિભાગને રોડ રસ્તાઓ મુદ્દે આવેદનપત્ર પાઠવાયું

ProudOfGujarat

રાજપીપલા નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ સ્વ. અલ્કેશસિંહ ગોહિલની પ્રથમ પુણ્યતિથિ પાંચ દિવસય સેવા દિવસ તરીકે ઉજવાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!