Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકામાં ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા : વરસાદ નહીં થાય તો વાવેતર નિષ્ફળ જવાની શક્યતાઓ…

Share

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં જુન માસના પ્રારંભની સાથે આકાશમાં ઘેરા વાદળો દેખાતા ગમે ત્યારે મેઘરાજા વાજતેગાજતે પધરામણી કરશે તેવું લાગી રહ્યું હતું. થોડાક દિવસો પહેલા સમગ્ર વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડુતોએ હોંશેહોંશે ખેતર ખેડી રૂપિયા ૧૪,૦૦૦ ક્વિન્ટલના ભાવનું સોયાબીનનું વાવેતર કરી દીધું હતું. ત્યારબાદ મેધરાજા રાબેતા મુજબ જ વરસસે તેવી જણાઇ રહ્યું હતું. પરંતુ કમનસીબે મેધરાજા હાથતાળી આપતા એટલે કે જરૂરીયાતના સમયે ગાયબ થઇ જતાં ખેડુતો ચિંતાતુર બન્યા છે.

હાલની પરિસ્થિતિમાં આકાશમાં ઘેરા વાદળો તો નજરે પડે છે. પરંતુ વરસાદ નહીં થવાથી ખેતરમાં કરેલ સોયાબીનનું વાવેતર નિષ્ફળ જવાની ભીતી જણાઇ રહી છે. આગામી ટુંક સમયમાં વરસાદ નહીં થાય તો ખેડુતોને નવેસરથી ખેતરમાં સોયાબીનનું વાવેતર કરવું પડી શકે તેમ છે. નેત્રંગ તાલુકામાં અવારનવાર વાતાવરણના ફેરબદલના કારણે ધરતીપુત્રોને ભયંકર ગરમી-બફારાના કારણે પરસેવેને રેબઝેબ થઇ રહ્યા છે. તેવા સંજોગોમાં ખેડુતો અને ધરતીપુત્રો મેધરાજાને આજીજી કરવા મજબુર બન્યા છે અને વહેલી તકે મેધરાજા વરસે તેવી આશા સેવાઇ રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ એમિટી સ્કુલ ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી અને ચિત્ર સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ ના કસક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન દરમિયાન સાંસદ મનસુખ વસાવા ની વિવાદિત કમેન્ટ કેમેરા માં કેદ થવા પામી હતી.. સ્વચ્છતા કરતા સમયે કથિત ખાલી દેશી દારૂની પોટલીઓનો ઢગ ઉઠાવતા સાંસદ એ હાસ્યમાં શુ કમેન્ટ આપી…જુઓ

ProudOfGujarat

ભરૂચ : બાળકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા સતચેતના પર્યાવરણ સંગઠનની અનોખી પહેલ…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!