Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ખાતે યોજાનારા આર્મી ભરતી મેળાની પૂર્વ તૈયારીઓ અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ.

Share

પંચમહાલ જિલ્લામાં ઓગસ્ટ-2021 દરમિયાન ગોધરા ખાતે રાજ્યના 20 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના ઉમેદવારો માટે મેગા લશ્કરી ભરતી મેળો યોજાનાર છે. આ ભરતી મેળાના સુચારૂ આયોજન અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા અંગે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં જિલ્લા સેવાસદન ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી.

કલેક્ટર મયાત્રાએ આ ભરતી મેળાની પૂર્વ તૈયારીઓ વિશે વિગતવાર માહિતી મેળવતા આયોજનના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. દૈનિક 5 થી 7 હજાર ઉમેદવારો આ ભરતી મેળામાં હિસ્સો લેનાર હોવાથી તેમના રોકાણ, ટ્રાન્સપોર્ટ, શૌચાલય, પીવાના પાણી, રોકાણ, નાસ્તો-જમવાની વ્યવસ્થા, કોવિડ પ્રોટોકલ અંતર્ગત કરવાની થતી સેનેટાઈઝેશન, મેડિકલ સ્ક્રિનીંગ તેમજ ઉમેદવારોને પ્રવેશ, રજિસ્ટ્રેશન, બારકોડિંગ, રનિંગ, ફિટનેસ ટેસ્ટ, ડોક્યુમેન્ટસ ચેકિંગ સહિતની પ્રક્રિયા માટે ઉભા કરવાના થતા હંગામી ઈન્ફ્રાસ્ટ્રકચરના આયોજન વિશે તેમણે વિગતવાર માહિતી મેળવી હતી. મોટી સંખ્યામાં દૈનિક ધોરણે હજારોની સંખ્યામાં ઉમેદવારો આવવાના હોવાથી તેમના આગમનથી શરૂ કરી દરેક તબક્કે કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે અંગે કલેક્ટરએ સૂચના આપી હતી. કોવિડ-19 સંક્રમણ વિષયક સલામતીના પગલાઓને વિશેષરૂપે ધ્યાને રાખી તે અનુસાર તમામ આયોજન કરવા જિલ્લા સમાહર્તાએ તાકીદ કરી હતી. આર્મી રિક્રૂટિંગ ઓફિસના કર્નલ ચેરિયને ઉપસ્થિત અધિકારીઓને ભરતી મેળાની સમગ્ર પ્રક્રિયા તબક્કાવાર રીતે સમજાવતા દરેક તબક્કે કરવાની થતી વ્યવસ્થા અંગે વિગતવાર સમજણ આપી હતી. કર્નલ સાથે સમગ્ર આયોજનમાં સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓએ ભરતી મેળાના સ્થળ, સ્પોર્ટસ કોમ્પલેક્ષની મુલાકાત લઈ આયોજનમાં વિવિધ ફેરફારો અંગે ચર્ચા કરી હતી. કર્નલ ચેરિયને દરેક વિભાગના અધિકારી સાથે તેમના વિભાગ સંબંધિત તૈયારીઓ અને પડી શકતી સંભવિત મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર એમ. ડી. ચુડાસમા, એસડીએમ ગોધરા એન.બી.રાજપુત, આર એન્ડ બીના કાર્યપાલક ઈજનેર એન.સી.ભટ્ટ, રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે તા. 05.08.2021 થી તા.22.08.2021 દરમિયાન વિવિધ ટ્રેડ માટે આર્મીનો આ ભરતી મેળો યોજાનાર છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચમાંથી વલસાડનો દારૂનો ખેપિયો બી ડિવિઝન પોલીસના હાથે ઝડપાયો..

ProudOfGujarat

નડીયાદ : પતિ સાસુ-સસરાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ગળાફાંસો ખાઇ લેતા ચકચાર

ProudOfGujarat

ગાંધીનગર : પાલજ બ્રિજ નજીક ટ્રકમાં ઘઉંના ભુંસાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી, 873 પેટીમાંથી 40 લાખનો દારૂ જપ્ત, બે ની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!