Proud of Gujarat
FeaturedGujaratINDIA

સબ ઠીક હૈ નો દેખાડો : ભરૂચ નગરપાલિકા દ્વારા બંધાયેલ અર્બન હોમ સેન્ટરમાં ફાયર સિસ્ટમની અપૂરતી સુવિધાઓ.

Share

ભરૂચ નગરપાલિકા દ્વારા અનાથ લોકો કે જેમની પાસે રહેવા માટે નિરાધાર નથી અને જેઓ પાસે ખાવા પીવાની સુવિધાઓ નથી તેવા લોકો માટે આશ્રય ઘર તૈયાર કરવામાં આવ્યું છે. લગભગ 1.5 કરોડના ખર્ચે આશ્રય ઘર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં 150 થી 200 જેટલા લોકો સંસ્થાનનો રોજબરોજ ઉપયોગ કરી શકે છે પરંતુ નગરપાલિકાની પોલ ખૂલી જવા પામી છે, રોજબરોજ સ્થળે 40 થી 50 જેટલા લોકો અહિયાં આશ્રય કરે છે પણ અહિયાં જોખમ સામે સલામતી અંગેના કોઈ પગલાને ધ્યાન આપવામાં આવ્યું નથી.

ભરૂચ નગરપાલિકા દ્વારા આશ્રય ઘર તો બનાવમાં આવ્યું પરંતુ ફાયરને લગતી કોઈ સિસ્ટમો ન હોવાનું ચર્ચાઇ રહ્યું છે, ફાયર સિસ્ટમના નામે અગ્નિ શામકના માત્ર બે જ બોટલોની વ્યવસ્થા કરવામાં આવી છે, કોઈ અગમ્ય કારણોસર જો કોઈ હોનારત સર્જાઈ અને ગરીબોના જાનને હાનિ પહોચે તો જવાબદાર કોણ..?

ગુજરાત રાજયમાં સુરતમાં થયેલ ટ્યુશન ક્લાસીસના અગ્નિકાંડ બાદ ગુજરાતના દરેક જિલ્લા અને શહેરમાં ફાયર સેફ્ટી સિસ્ટમોને દરેક હોસ્પિટલ, મોટા કાર્યાલયો અને દરેક મોટી બિલ્ડીંગોમાં ફરજિયાતપણે રાખવાનું માન્ય કરવામાં આવ્યું હતું. તે બાદ હાલ કોરોનાકાળમાં વેલ્ફેર હોસ્પિટલમાં થયેલ અગ્નિકાંડ બાદ ભરૂચ શહેરમાં નગરપાલિકા દ્વારા દરેક બિલ્ડીંગ અને દરેક હોસ્પિટલોને ફાયર સેફ્ટીના ઉપકરણો રાખવા અંગે નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ પ્રશ્ન એ ઉદભવે કે શું સેફ્ટીને લગતા નિયમો માત્ર જાહેર જનતાઓ પૂરતા જ સીમિત છે શું નગરપાલિકા દ્વારા સંચાલિત નવા બિલ્ડીંગોમાં સેફ્ટીના નિયમો લાગુ નહી પડતા હોય..? ખાનગી બિલ્ડીંગોના માલિકોને નગરપાલિકા દ્વારા ફાયર સિસ્ટમ માટે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જયારે આશ્રય ઘર બનવા માટે ડી.પી.આર અંતર્ગત ડૉક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા ત્યારે ફાયર સેફ્ટીને લઈને કોઈ કામગીરી હાથ ન ધરતા નગરપાલિકા મહત્વના મુદ્દે બેજવાબદાર રહી હોવાનું ચર્ચાઇ રહ્યું હતું.

Advertisement

આશ્રય ઘરમાં ફાયર સેફ્ટી અંગે કોઈ કામગીરી હાથ ધરાઇ નથી, મોટું આશ્રય ઘર નગરપાલિકાનું મોટું આયોજન હોય રોજ દરરોજ 40 થી 45 જેટલા લોકો વસવાટ કરવા માટે આવતા હોય ત્યારે ભરૂચ નગરપાલિકાના વહિવટદારો અને ચીફ ઓફિસર સરકારના નીતિ નિયમોનું પાલન કરી અને હાઇકોર્ટના આદેશનું સંપૂર્ણપણે ધ્યાન રાખવાનું હોય તે બાબતે હોસ્પિટલો, હોટલો અને બિલ્ડીંગોને નોટિસ ફટકારીને જાણે તીર માર્યું હોય તેમ ચર્ચાઇ રહ્યું છે. આશ્રય ઘરમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનોની વ્યવસ્થા નથી તો આ અંગે જવાબદાર કોણ..? ભવિષ્યમાં કોઈ હોનારત સર્જાઈ તો જવાબદાર કોણ..?

રિધ્ધી પંચાલ, ભરુચ


Share

Related posts

નાંદોદ તાલુકાના નાવરા અને દેડિયાપાડા તાલુકાના કેવડી ગામે “આપણો તાલુકો-બાગાયત તાલુકો” અંગેની શિબીર યોજાઇ.

ProudOfGujarat

સાઉથ આફ્રીકામાં મહિલાએ એક સાથે 10 બાળકોને આપ્યો જન્મ : તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ.

ProudOfGujarat

સીઝન 3 ની જાહેરાત પર વરુણ ભગત કહે છે કે, અનદેખી એ મારો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!