Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના મક્તમપુર ખાતે ની સિદ્ધિ વિનાયક મંદિર પાસે પાર્ક કરેલ વાહનો માંથી ચોરી કરતા હોવાની શંકા એ એક શખ્સ ને સ્થાનિકો એ રંગે હાથ ઝડપી પાડી સી ડિવિઝન પોલીસ ને સોંપ્યો હતો…..

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાય સમય થી ભરૂચ ના મક્તમપુર વિસ્તાર માં આવેલ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓની ગાડીઓ માંથી રોકડ સહીત માં સામાન ની ચોરી ઓ અંગે ની ઘટના બાબતે અવાર નવાર ફરીયાદો ઉઠવા પામી હતી જે બાબત ને ધ્યાન ઉપર લઇ મંદિર ના કરતા હર્તા ઓએ મંદિર ના અગત્ય ના સ્થાનો ઉપર સીસીટીવી કેમેરા લગાવ્યા હતા ………
જેમાં ગત રોજ સાંજ ના સમયે સિદ્ધિ વિનાયક મંદિર પાસે પાર્ક કરેલા વાહનો નજીક શંકાસ્પદ રીતે હિલ ચાલ કરી ચોરી નો પ્રયાસ કરતા શખ્સ ને મંદિર ના ટ્રસ્ટીઓ એ ભરૂચ ના બાવડી નજીક ના વિસ્તાર માં રહેતા એજાજ ગુલામ મલેક નામ ના યુવક ને રંગે હાથ ઝડપી પાડી ભરૂચ શહેર પોલીસ મથક ખાતે લઇ જઇ પોલીસ ને સોંપતા સી ડિવિઝન પોલીસે યુવક ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી………
અત્રે ઉલ્લેખનીય છે મંદિર પાસે આ શખ્સ રીક્ષા લઇ ને પ્રવેશ કરે છે અને મંદિર પાસે પાર્ક કરેલા વાહનો ની ડિક્કી તોડી સામાન ની ચોરી કરતો હોવાની સમગ્ર ઘટના મંદિર સંચાલકો દ્વારા લગાવયેલ સીસીટીવી કેમેરા માં કેદ થવા પામી હતી જેના આધારે સ્થાનિકો એ યુવાન ને ઝડપી પાડી બનાવ અંગે ની તેની તમામ હરકત અને હિલ ચાલ ના આધારે સી ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી…………

Share

Related posts

અમદાવાદ : 3 વર્ષથી એક જ બસમાં મુસાફરી કરતા વેપારીના 47 લાખ ચોરનાર ડ્રાઈવર અને કંડક્ટર ઝડપાયા

ProudOfGujarat

દેશી મેલોડીઝના માલિક અને મ્યુઝિક લિજેન્ડ બી-પ્રાકે પણ ‘ક્યા હોતા’ ગીત પર તેમની લાગણીઓ વ્યક્ત કરી.

ProudOfGujarat

સુરતનાં ખડસદ ગામે કેનાલની પાઈપ સાફ કરવા ગયેલા આધેડનું ફસાઇ જતાં મોત થયું.

ProudOfGujarat
error: Content is protected !!