Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ઇતિહાસમાં પહેલી વાર નર્મદા ડેમની જળ સપાટી 110.51 મીટરે,ડેમ પૂર્ણ જળાશય કરતા 28.17 મીટર ખાલી.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
ચાલુ વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસના મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ થયો છે.જેથી નર્મદા ડેમ પર જોઈએ એટલી પાણીની આવક ન થઈ હોવાને લીધે ગુજરાતને મળવા પાત્ર પાણીમાંથી માત્ર 40% જેટલું જ પાણી મળ્યું હતું.આ તમામ પરિસ્થિઓના કારણે ગુજરાત સરકારે અગામચેતીના ભાગરૂપે નર્મદા ડેમનું પાણી 15મી માર્ચ પછી સિંચાઇ માટે નહીં આપવાની અગાઉથી જાહેરાત કરી ખેડૂતોને ઉનાળુ પાક ન લેવા સૂચન પણ કર્યું હતું.તો સરકારના આ નિર્ણય સામે નર્મદા જિલ્લાના ખેડૂતોએ આંદોલન પણ કર્યું હતું.પરંતુ ખેડૂતોનું એ આંદોલન કોઈ રંગ લાવ્યું નથી.ત્યારે બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમન ઇતિહાસમાં પહેલી વખત ડેમની જળ સપાટી 110.51 મીટર સુધી નીચી જતી રહી છે.જેથી સરદાર સરોવરમાં પાણીનું જે લાઈવ સ્ટોરેજ હતું એ પાણી પૂરું થઈ જતા હવે સરકારે સરદાર સરોવરના ડેડ સ્ટોરેજ પાણીનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે.
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી હાલમાં સતત ઘટી રહી છે.જેથી ગુજરાત સરકારની નર્મદા ડેમની જળસપાટીને લઈને ચિંતાઓ સાર્થક થઈ રહી હોવાનું જણાય રહ્યું છે.ફેબ્રુઆરીની 20 મી તારીખ સુધીમાં નર્મદા ડેમની 110.51 મીટર સુધી જતી રહી છે.એટલે નર્મદા ડેમ પૂર્ણ જળાશય કરતા 28.17 મીટર ખાલી છે સાથે પાણીની આવક માત્ર 710 ક્યુસેક છે.નર્મદા નદીને જીવંત રાખવા માટે ગોડબોલે ગેટમાંથી 605 ક્યુસેક પાણી અને મુખ્ય કેનાલમાંથી 9160 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.હાલ જોવા જઈએ તો 250 મેગાવોટ કેનાલ હેડ પાવર હાઉસના બે યુનિટ ચલાવી એમાંથી 10613 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થાય છે.ત્યારે ડેમના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીનગરથી સંદેશો મળશે કે જ્યાં સુધી કેનાલ હેડ પાવરહાઉસને ચલાવી શકાય ત્યાં સુધી ઇરીગેશન બાયપાસ ટનલને શરૂ કરી દેવાશે.ત્યારે જે 3690.22 મિલિયમ ક્યુબીક મીટર ડેડ સ્ટોરેજ પાણીનો જથ્થો કેનાલ મારફતે રાજ્યભરમાં મોકલી શકાશે.
નર્મદા ડેમની પાણીની સપાટી ઘટતા ડેમના બન્ને પાવર હાઉસ સદંતર બંધ કરી દેવાયા છે.એક રીવર બેડ પાવર હાઉસ તો છેલ્લા એક વર્ષથી જ બંધ હતું.જ્યારે કેનાલ હેડ પાવર રેગ્યુલેટરના બે યુનિટ કાર્યરત હતા તે પણ બંધ કરી દેવાની ફરજ પડી છે.જેથી નર્મદા નદીમાં જે 600 ક્યુસેક પાણી છોડતું હતું તે પણ હવે બંધ થઈ જતા નર્મદા નદી હવે સુકાઈ જશે.નર્મદા નદી હવે રેલા સ્વરૂપે વહે તો પણ નવાઈ નહીં.ચોમાસા દરમિયાન નર્મદા ડેમમાં 131.00 મીટર પાણી હતું જે  અત્યારે ઘટીને 110.51 મીટર થઈ ગયું છે.
IBPT ટનલ એટલે (ઇરીગેેેશન બાઇપાસ ટનલ).આ ટનલનો ઇતિહાસમાં પ્રથમ વખત ઉપયોગ કરાશે.
ઇરીગેશન બાયપાસ ટનલની લંબાઈ 190 મિટર અને ત્રિજ્યા,5.11વ્યાસ, બે ટનલ 15000 ક્યુસેક પાણીની ક્ષમતા ધરાવે છે 154 કરોડનો ખર્ચ 2000ની સાલમા કેશુભાઇ પટેલની સરકારે સૌરાષ્ટ્રમા પાણીની કટોકટી સર્જાય ત્યારે કામ લાગે તે માટે બનવાઇ હતી.આ ટનલનું કામ 2008ની સાલમા પુર્ણ થયું.110.64 મીટરની સપાટીએ જ્યારે કેનાલ હેડ પાવર હાઉસ બંધ કરવા પડે ત્યારે કેનાલમા પાણી છોડાય છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કોરોના સંદર્ભે વિવિધ સમાજનાં અગ્રણીઓ સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ બેઠક યોજી.

ProudOfGujarat

રાજપીપળા : ઝરવાણી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેથી ભારતીય બનાવટનાં દારૂ સાથે બે ઈસમોની અટકાયત કરાઇ.

ProudOfGujarat

દાહોદ પંચમહાલ વાયા અમદાવાદ : દાહોદ પંચમહાલ જિલ્લામાંથી પસાર કરી અમદાવાદ શહેર તરફ લઈ જવાતાં દારુ ના જથ્થા ને મોરવા પોલીસે ઝડપી પાડયો : અમદાવાદ શહેર ના બે બુટલેગરો ને ઝડપી પાડી વધારે તપાસ માટે ચક્રોગતિમાન હાથ ધરેલ છે

ProudOfGujarat
error: Content is protected !!