Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચ પંથકમાં થઈ રહેલ ઊભા પાકના નુકશાન સામે ગાંધીનગર જીપીસીબી સેન્ટ્રલની લેબોરેટરી ટીમ સાથે જિલ્લા કલેક્ટર સ્થળ મુલાકાતે : 10 સેમ્પલર મશીન મુકાયા

Share

ચાલુ વર્ષે વરસાદમાં પણ જરૂરિયાત મુજબ પડ્યો નથી તેની સામે ઊભા પાકમાં આવતી વિકૃતીથી ધરતીપુત્રોને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે તેમ છે. ત્યારે જંબુસર અને આમોદ તાલુકામાં પણ ખેતીમાં વ્યાપક નુકસાન પહોચ્યું છે. જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ રૂબરૂ ખેતરમાં જઈને નિરીક્ષણ કર્યું અને ખેડૂતોની સમસ્યા જાણી હતી.
જંબુસરના ટંકારી, કાવા, લીમચ, પાંચકડા, કલક જેવા અનેક ગામોમાં ઊભા પાકને નુકસાન થયુ છે. જેના પગલે ધારાસભ્ય સંજય સોલંકીએ જંબુસર અને આમોદ તાલુકામાં ખેતીમાં નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી.
ભરૂચ જિલ્લાના કુલ 1.86 લાખ હેક્ટર વાવેતરની સરખામણીમાં ખેડૂતોએ કુલ 79623 હેક્ટર એટલે કે 42.81 ટકા વાવેતર માત્ર કપાસનું થયું છે. જેમાં પણ માત્ર વાગરા, આમોદ, જંબુસર તેમજ ભરૂચ તાલુકાના ગામોમાં છેલ્લાં 15 દિવસથી કંપનીમાંથી છોડવામાં આવતાં પ્રદુષણયુક્ત ધુમાડાને કારણે કપાસના પાકનો વિકાસ રૂંધાઇ રહ્યો હોવાના આક્ષેપે સાથે ખેડૂતો રોષ ઠાલવી રહ્યાં છે.

કલેક્ટર ડો. એમ. ડી. મોડીયાએ ખેડૂતોની રજૂઆતોને પગલે સ્થળ મુલાકાત લીધી હતી. કપાસના પાકોને નુકશાન થયું હોવાનું સ્પષ્ટ છે. જીપીસીબીની ગાંધીનગર સેન્ટ્રલ લેબોરેટરીમાં સેમ્પલ મોકલી કપાસના પાકને નુકશાનનું કારણ શોધવામાં આવશે. જો તેમાં કોઇ કંપનીના હવા પ્રદુષણને કારણે નુકશાન થયું હોવાનું જણાશે તો કંપની વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે. તેમ જિલ્લા કલેક્ટર ડો. એમ. ડી. મોડિયાએ જણાવ્યુ હતું .

Advertisement

ગતરોજ વાગરાના કલાદરા તેમજ આસપાસના ગામોમાં ફરીને કપાસના પાકોને થયેલાં નુકશાનનો ચિતાર મેળવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રાથમિક તબક્કામાં કપાસના પાકને 2,4 ડી ( ફિનોક્સી કંપાઉન્ડ )ની અસર જણાતાં મામલામાં તલસ્પર્ષી તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે જીપીસીબીએ વાગરા અને હાંસોટ તાલુકાના ગામોમાં તેમજ દહેજ પંથકના અસરગ્રસ્ત ગામોમાં કુલ 10 સ્થળે સેમ્પલર મશીન મુકી હવામાં 2,4 ડીની હાજરી છે કે નહીં તે શોધવાની કવાયત હાથ ધરી છે.


Share

Related posts

અમદાવાદમાં મોબાઈલ સ્નેચિંગ કરતી પરપ્રાંતિય ગેંગ ઝડપાઈ

ProudOfGujarat

જામનગરમા થયેલા સફાઈ કર્મચારી પરના હુમલા બાબતે ગોધરા વાલ્મિકી સમાજ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર સુપ્રત કરાયુ

ProudOfGujarat

ભગવાન દ્વારકાધીશજી ના મંદિર પર ધ્વજા રોહણ પ્રસંગ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!