Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ માંડવા પાસે અઢી કરોડના હીરાની નિષ્ફળ લૂંટનો પ્રયાસ કરનાર 2 આરોપીઓ વાહન અને હત્યાર સાથે ઝડપાયા.

Share

ગત તા.૨૪/૦૮/૨૦૨૧ ના રોજ વહેલી સવારે નેશનલ હાઈવે -૪૮ ઉપર ભરૂચથી સુરત જતા ટ્રેક ઉપર ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ આલ્કેમ કંપની પાસે ચાર જેટલા અજાણ્યા ઈસમોએ આંગડીયા પેઢીના માણસોને લુંટવાના ઈરાદે ભાવનગરથી ઉપડતી “જય ગોપાલ ટ્રાવેલ્સમાં” ની બસમાં પેસેન્જર તરીકે બેઠેલ આરોપીઓએ ડ્રાઈવરને પિસ્તોલ અને દેશી તમનચા જેવા હથીયારો બતાવી બસને રોડ ઉપર ઊભી રાખવી બસની કેબીનમાંથી બસની અંદર પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો.

બસના કંડક્ટર તથા અન્ય એક પેસેન્જરે પ્રતિકારક કરતા કેબીનનો દરવાજો અંદરથી બંધ કરી આરોપીઓને અંદર પ્રવેશ કરતા રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રતિકારને કારણે આરોપીઓ દ્વારા પિસ્તોલથી બે રાઉન્ડ ફાયર કરવામાં આવતા પેસેન્જર અનિલભાઈને ડાભા હાથમાં ઇજાઓ થઈ હતી. જેથી બસમાં નાસભાગ અને દેકારો/ચીચીયારી ઓ થતા આરોપીઓ બસમાંથી નીચે ઉતરી ગયા હતા. આમ, પૂર્વયોજિત કાવતરુના ભાગરૂપે આરોપીઓએ ડ્રાઇવર, કંડકટર તથા પેસેન્જરોને પિસ્તોલ અને દેશી તમચા વડે ભયભીત કરી લુંટવાનો પ્રયાસ કરી પાછળ આવતી અર્ટિગા ગાડીમાં બેસી નાસી ભાગ્યા હતા. જે અનુસંધાને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં લુંટ,ધાડ તથા આર્મસ એક્ટની સંલગ્ન કલમો અનુસાર ગુનો નોંધવામાં આવ્યો હતો.

જેથી ભરૂચ એલ.સી.બી. નાઓ દ્વારા ભાવનગરમાં “જય ગોપાલ ટ્રાવેલ્સ” ની ઓફિસ જઇથી બસ ઉપડેલ તથા સુરતના વિસ્તારોમાં અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી સર્વેલન્સ, હ્યુમન ઈન્ટેજન્સ, ટેકનિકલ સર્વેલન્સ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેના ફળ રૂપે ગુનામાં સડોવાયેલા શંકાસ્પદ આરોપીઓ સુરત નજીકના વિસ્તારમાં હોવાની હકીકત જણાતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ દ્વારા તાત્કાલીક સુરત કડોદરા ખાતે જઇ એક શકમંદ આરોપીને હસ્તગત કર્યો હતો અને તેની સઘન પૂછપરછ કરી અન્ય એક આરોપીની મુવમેન્ટ આધારે નવસારી ટોલનાકા ખાતે સઘન વાહન ચેકિંગ કરી, આઇસર ટેમ્પામાંથી અન્ય એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ બંનેને ભરૂચ એલ.સી.બી કચેરી ખાતે પૂછપરછ દરમિયાન આરોપીઓ એક દેશી બનાવટનો તમચો રૂ. ૫૦૦૦ /-, જીવતા કારતૂસ 8mm kf નંગ-૦૬ રૂ.૬૦૦/, અર્ટિગા ફોર વ્હીલ ગાડી જેનો નં. GJ 05 JC 7964 કિં.રૂ. ૧,૦૦,૦૦૦ /- (૪) મોબાઈલ નંગ -૦૩ કિં.રૂ.૨૦,૫૦૦/- (૫) અંગ ઝડતીના રોકડા ૭૪૫૦/- ઝડપી પાડવામાં આવ્યા હતા અને અન્ય બીજા આરોપીઓની શોધખોળ અંગે પૂછપરછ શરૂ કરી દેવામાં આવી હતી.

હસ્તગત કરેલ આરોપીઓના નામ :-

Advertisement

(૧) નૌસાદ અહેમદ મુસ્તાક અહેમદ કુરેશી રહે. કડોદરા નસીબ ટ્રાવેલ્સની ઓફીસમાં અમ્રીતનગર ચલથાણ જી.સુરત
(૨) અરશદખાન મુઝમ્મીલ કુદ્દુસખાન રહે, આંબોલી ડાયમંડનગર, લખાણી એપાર્ટમેન્ટ ફ્લેટ-૦૩ તા.કામરેજ જી.સુરત

વોન્ટેડ આરોપીઓ :-

(૧) શેહજાદ ખાન સરદાર ખાન રહે, મુંબઈ, ગોરર્વા
(૨) મકસૂદ, મુંબઈ, મહારાષ્ટ્ર
(૩) મહેતાબ, રહે , મુંબઈ મહારાષ્ટ્ર
(૪) જૌવાદ યહલે રહે , મુંબઈ મહારાષ્ટ્ર
(૫) અજાણ્યા અન્ય બે ઇસમો જેઓના નામ જણાવ્યા ન હતા તેઓ અંગે શોધખોળ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ યથાવત,આજે 38 કેસો સાથે આંકડો 559 પર, સાવચેતી એ જ સલામતી તરફ જિલ્લો..!!!

ProudOfGujarat

વાલિયા 108 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં દાખલ સગર્ભા મહિલા ને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં એમ્બ્યુલન્સ માં જ સફળ પ્રસુતિ કરાવી

ProudOfGujarat

ભરૂચ : લિટલ સ્ટાર્સ હાઈસ્કૂલમાં 15 થી 18 વયના વિદ્યાર્થીઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!