Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરતા ધરતીપુત્રોમાં હરખની હેલી દોડી જવા પામી.

Share

પાલેજ નગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરતા નગરજનો સહિત ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. લાંબા સમયથી વરસાદે વિરામ લેતા મુખ્યત્વે જગતનો તાત ખેડૂત વર્ગ મેહુલિયાની કાગડોળે પ્રતિક્ષા કરી રહ્યો હતો.

વરસાદ ખેંચાતા ખેડૂતોએ ખેતરોમાં ઓળેલું બિયારણ પણ નિષ્ફળ જવાની ખેડુતો ભીતિ સેવી રહ્યા હતા. એવામાં સોમવારે બપોર બાદ નગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળા ડીબાંગ વાદળોથી નગરનું આકાશ છવાઈ જવા પામ્યું હતું અને વરસાદ ખાબકી પડ્યો હતો. વરસાદને પગલે ગરમીથી ત્રસ્ત નગરજનોને રાહત મળી હતી. હજુ પણ નગરના આકાશમાં વાદળો ગોરંભાયા હોય વધુ વરસાદ વરસે એવી શક્યતાઓ સેવાઇ રહી છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

ભરૂચ જિલ્લામાં આજરોજ 23 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2351 થઈ.

ProudOfGujarat

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ ગરીબ લોકોની ગંભીર બિમારીની સારવારમાં સહાય કરશે.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના હલદર રેલવે ફાટક નજીક ટ્રેનમાંથી અકસ્માતે પડી જતા યુવકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!