Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગતરોજ ભરૂચના ધોળીકુઈ વિસ્તારના ઉબડખાબડ રસ્તાના સમાચાર પ્રસારીત થતા તંત્રએ તાત્કાલિક કામગીરી હાથધરી.

Share

ગતરોજ મીડિયાના માધ્યમથી ધોળીકુઇ વિસ્તાર અને ત્યાંના રહેવાસીઓની હાલત જાહેર લોકો અને તંત્ર સમક્ષ રજુ કરવામાં આવી હતી જે બાદ આજરોજ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગતરોજ જાણવા મળ્યું હતું કે ધોળીકુઇ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરોના ઢાંકના ખુલી ગયા છે અને અનેકવાર અવરજવર કરતાં લોકો તે ખુલ્લી ગટરને ઓળંગીને જતાં પડી જાય છે તો કોઈને ગંભીર ઇજાઓ પહોંચે તો તેના માટે જવાબદાર કોણ..? અન્ય રજૂઆત કરતા તેઓએ જણાવ્યુ હતું કે છેલ્લા ઘણા સમયથી રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. ધૂળની ડમરીઓ પણ ઊડે છે જેથી વાહનચાલકને ઘણી મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ..? ગટરોના ઢાંકના એ રીતે તૂટી જવા પામ્યા છે કે લોકોને રાત્રિના અંધારામાં નુકશાન થઈ શકે છે.

જે બાદ તેઓએ જણાવ્યુ હતું કે એક જ વરસાદ વરસતા ગટરો ઉભરાઇ આવે છે જેથી ગંદકી ફેલાતા રોગચાળો ફેલાવાની સંભાવનાઓ વધી જાય છે. હાલ જ પંથકમાં ડેંગ્યુનો કેસ જોવાં મળ્યો હતો જેથી ત્રાહિમામ પોકારેલ રહીશોએ તંત્રને અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. તેથી વહેલીતકે કામગીરી શરૂ થાય તેવી લોકમાંગ ઉઠી હતી. જેમાં આજે જે.સી.બી મારફતે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાફસફાઈ અને રસ્તાના સમારકામની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડા કોંગ્રેસ પરિવાર તરફથી દેશના લોકલાડીલા નેતા પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની 76 મી જન્મ જયંતીની ઉજવણી વૃક્ષારોપણ સરકારી હોસ્પિટલમાં ફૂટ વિતરણ કરીને કરવામાં આવી.

ProudOfGujarat

અંક્લેશ્વરની યુપીએલ-1 કંપની પાસે પાર્ક ટેન્કરમાંથી ચાલકનો મૃતદેહ મળ્યો

ProudOfGujarat

ભરૂચ ચૂંટણી પહેલાં એડીએમના કડક જાહેરનામા: ઉમેદવારી, પ્રચાર અને દારૂ વેચાણ પર નિયંત્રણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!