Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકામાં મેધરાજા વરસતા ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા પામ્યો.

Share

પ્રથમ માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં મેધરાજા હાથતાળી આપી જતાં ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા. ખેતીમાં સિંચાઈ અને ધરતીપુત્રોને પીવાના પાણીની ભયંકર તંગી પડી રહી હતી. શેરડી, કપાસ, સોયાબીન જેવા પાક સિંચાઈના પાણીના અભાવે મરણ પથારીએ પડેલા હતા. ભારે ગરમી અને બફારાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની જવા પામ્યું હતું. વહેલો વરસાદ થાય તે માટે ધરતીપુત્રો મેઘરાજાને આજીજી કરવા મજબુર બન્યા હતા.

છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ રહેતા ગમે ત્યારે વરસાદ થવાની શક્યતાઓ જણાઈ રહી હતી. જેમાં ગતરાત્રી મેધરાજાની વીજળીના કડાકા-ભડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૩.૫૨ ઇંચ વરસાદ થયો હતો, જ્યારે મોસમનો કુલ ૨૪.૫૬ ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદ થવાથી મરણ પથારી પડેલા પાકને જીવનદાન મળ્યું હતું. નેત્રંગ-રાજપારડી રોડ ઉપર આવેલ ફોકડી ગામના સબ સ્ટેશન પાસે વીજળી પડ્યાના અહેવાલ મળ્યા છે. કોઈ જાનહાની કે નુકસાન બાબતે જાણવા મળ્યું નથી. એકંદરે સરેરાશ વરસાદના પગલે ધરતીપુત્રોમા આનંદ વ્યાપી જવા માંડ્યો હતો. આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલદવા ડેમના ઉપરવાસમાં ૬૨૧ એમએમ,પીંગોટના ઉપરવાસમાં ૫૫૦ એમએમ અને ધોલી ડેમના ઉપરવાસમાં ૪૧૧ એમએમ મોસમનો કુલ વરસાદ થયો હતો.

Advertisement

ત્રણેય ડેમની પાણી સપાટી :

      
                    ઓવરફ્લોની સપાટી      હાલની સપાટી 

(૧) બલદવા          ૧૪૧.૫૦ મીટર       ૧૩૬.૮૦ મીટર 

(૨) પીંગોટ           ૧૩૭.૭૦ મીટર      ૧૩૬.૦૫ મીટર 

(૩) ધોલી            ૧૩૬.૦૦ મીટર    ૧૩૩.૧૦ મીટર 


Share

Related posts

ઝઘડિયાના રાજપારડીની ડિ.પી.શાહ વિદ્યામંદિરમાં 10 થી વધુ વિદ્યાર્થીઓને અચાનક શ્વાસની તકલીફ થતાં ચકચાર

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં દિપડાએ બકરીનો શિકાર કરતા ચકચાર.

ProudOfGujarat

જર્મની ગણરાજયનાં ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લીન્ડનરે પોતાના પ્રતિનિધિમંડળ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!