Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકા પંચાયતની સામન્ય સભામાં કારોબારી અધ્યક્ષ તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષની નિમણુક કરાઇ.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકા પંચાયત કચેરીમાં સામાન્ય સભા યોજાઈ હતી. જે અનુસંધાને અઢી વર્ષ માટે નવી કારોબારી સમિતી અને નવી સામજિક ન્યાય સમિતિની રચના થનાર હોઇ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કારોબારી સમિતિના નવ સદસ્યોના મેન્ડેટ આપવામાં આવ્યા છે તેવી જ રીતે સામાજિક ન્યાય સમિતિના પાંચ સદસ્યો માટે મેન્ડેટ આપવામાં આવ્યા છે. કારોબારી સમિતિના ચેરમેન તરીકે મોટીકોરલ બેઠક પરથી વિજેતા બનેલા મહેશ શનાભાઈ વસાવાની નિમણુક કરવામાં આવી છે.

જ્યારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કુરાલી બેઠક પરથી વિજેતા બનેલા દક્ષાબેન કીર્તનભાઈ વસાવાની નિમણુક કરવામાં આવી છે. બન્ને નિમણૂકને તમામ સદસ્યોએ સર્વાનુમતે વધાવી લીધી છે. બન્ને ચેરમેનને અભિનદન પાઠવ્યા હતા.આ પ્રસંગે કરજણ તાલુકા ભાજપ અધ્યક્ષ જયદીપ સિંહ ચૌહાણ, સહિત ભાજપના પદાધિકારીઓ, તાલુકા પંચાયતના સદસ્યો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચ-કબીરવડ ખાતે હવે પુન: પ્રવાસીઅોની ચહેલપહેલ વધશે-જાણો વધુ

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી કરી

ProudOfGujarat

ઉમરપાડા કોલેજમાં ઈ એફ આઈ આર અંગે વિદ્યાર્થી જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!