Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયા એપીએમસીના વા.ચેરમેનએ ફ્રુટ વિતરણ કરી જન્મદિવસ ઉજવ્યો.

Share

નેત્રંગ તાલુકાના આગેવાન હાર્દીકસિંહ વાંસદીયાને રાજકીય-સહકારી નેતાગીરી વારસામાં મળી છે. મુળ કેલ્વીકુવા ગામના ધીરજસિંહ હરીબાવા વાંસદીયા કેલ્વીકુવા ગ્રા.પંચાયતના સરપંચથી લઇને ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો.બેન્કના વા.ચેરમેન રહ્યા હતા. તેમના પુત્ર સુરેન્દ્રસિંહ ધીરજસિંહ વાંસદીયા શૈક્ષણિક સંસ્થાઓ અને વાલીયા એપીએમસીના બે ટર્મ માટે બિનહરીફ પ્રમુખ તરીકે ચુંટાઈ આવ્યા હતા. નેત્રંગ તાલુકામાં ભાજપને બેઠી કરવામાં અને બાહોશ નેતાગીરી માટે આજે પણ લોકો તેમને યાદ કરે છે.

પોતાના દાદા અને પિતાની રાજકીય- સહકારી નેતાગીરીનો મળેલા વારસો આજે હાદિઁકસિંહ વાંસદીયા સંભાળી રહ્યા છે. નેત્રંગ તાલુકા ભાજપના મહામંત્રી અને વાલીયા એપીએમસીના વા.ચેરમેન તરીકે ગરીબ ખેડુતના પ્રશ્રો અને ગરીબ જરૂરિયાતમંદ લોકો મદદરૂપ થવા માટે અગ્રેસર ભૂમિકા સંભાળે છે. તેમનો જન્મદિવસ હોવાથી વાલીયા એમસીએમના વા.ચેરમેન સંદિપ માંગરોલાએ નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઇ રહેલા દદીઁઓને ફ્રુટ વિતરણ કરીને હાર્દીકસિંહ વાંસદીયાના જન્મદિવસની ઉજવણી કરી હતી. જેમાં સંદિપ માંગરોલા, શેરખાન પઠાણ, રાયસિંગ વસાવા, નેત્રંગ મામલદાર એલ.આર ચૌધરી, કિરણ ચાવડા, ભાવેશ વાંસદીયા અને દિવ્યાંગ મિસ્ત્રી સહિત આગેવાનો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ગુજરાતની નંબર 1 વેલીયન્ટ ક્રિકેટ કલબના બ્રાન્ડ એમ્બેસેડર બન્યો નર્મદાનો આશસ્પદ ખેલાડી વિશાલ પાઠક.

ProudOfGujarat

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જીગ્નેશ મેવાણી ધરપકડના વિરોધમાં ધરણા પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

સુરતથી દિલ્હી ખિસ્સામાં લઇ જવાતું 52 લાખનું ગોલ્ડ જપ્ત, 2ની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!